January 16, 2026
Vartman Pravah
Breaking Newsવાપી

સંજાણ-સુરત મેમુ ટ્રેનમાં દારૂના જથ્‍થા સાથે વલસાડમાં બે ખેપીયા ઝડપાયા

રાકેશ અમરનાથ અને મહેન્‍દ્ર ગુપ્તા નામના આરોપીઓ પાસેથી 332 બોટલ દારૂનો જથ્‍થોમળી આવ્‍યો
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03
વલસાડ સુરત આવતી જતી ટ્રેનોમાં મબલક પ્રમાણમાં દારૂની હેરાફેરી બિંદાસ ચાલી રહી છે. તેવો વધુ એક બનાવ આજે બન્‍યો હતો. વલસાડ અને સચીન સ્‍ટેશન ઉપર આર.પી.એફ.એ સંજાણ-સુરત-મેમુ ટ્રેનમાં દારૂનો જથ્‍થો લઈ જઈ રહેલા બે ખેપીયાઓને ઝડપી પાડી જેલ ભેગા કર્યા હતા.
સંજાણ-સુરત મેમુ સહિત અન્‍ય રાત્રિના સમયે સુરત તરફ જતી ટ્રેનોમાં ખાસ કરીને વાપી, ભિલાડ જેવા સ્‍ટેશનોથી દારૂનો જથ્‍થો પોલીસની રહેમ નજર હેઠળ નિયમિત સુરતમાં કે સચિનમાં ઠલવાતો હોવાનું નેટવર્ક ધમધમી રહ્યું છે. આજે સંજાણ સુરત મેમુ ટ્રેનમાં આર.પી.એફ.એ રાકેશ અમરનાથ અને મહેન્‍દ્ર ગુપ્તા નામના ઈસમો પાસેથી કુલ 33ર બોટલ દારૂનો જથ્‍થો પોલીસે ઝડપી પાડયો હતો. બંને આરોપીઓ વિરુદ્ધ વલસાડ રેલ્‍વે પોલીસમાં ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી.

Related posts

વલસાડ જીઆરપી રેલવે પોલીસ સ્‍ટેશનમાં ટ્રેનોમાં દારૂ હેરાફેરી માટે હલ્લાબોલ : આવેદનપત્ર અપાયું

vartmanpravah

દાનહના કિલવણી અને સિલીમાં ‘સરકાર આપકે દ્વાર’ શિબિર યોજાઈ

vartmanpravah

વાપી સહિત વલસાડ જિલ્લામાં ચૈત્ર નવરાત્રી અને ગુડી પડવાની ભવ્‍ય ઉજવણી : અંબામાતા મંદિરે પ્રથમ નોરતાએ ભક્‍તો ઉમટયા

vartmanpravah

માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામ રાબડા ખાતે વૈદિક પરંપરા અનુસાર લગ્નોત્સવ ઉજવાયો

vartmanpravah

પારનેરા પારડી સંકટ હરણ હનુમાનજી મંદિર ખાતે ચાલી રહેલી પૂ. પ્રફુલભાઈ શુકલની રામ કથામાં ઉજવાયો સીતા-રામ વિવાહ પ્રસંગ

vartmanpravah

વાપીની કેબીએસ કોલેજમાં રક્‍તદાન કેમ્‍પ તથાવૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયા

vartmanpravah

Leave a Comment