(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.25: ભારતરત્ન શ્રધ્યેય આદરણીય શ્રી અટલબિહારી વાજપેયીજી 100મી જન્મજયંતિ નિમિત્તે સુશાસન દિવસ અનુસંધાને પારડીના ધારાસભ્ય અને રાજ્યના નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના વાપી જનસંપર્ક કાર્યાલય ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો.
કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલજી, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની સૂચના અને માર્ગદર્શન મુજબ આજરોજ પારડીના ધારાસભ્યશ્રી, ગુજરાત રાજ્ય સરકારના નાણાં, ઊર્જા, પેટ્રોલકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના વાપી જનસંપર્ક કાર્યાલય ખાતે ભારતરત્ન શ્રધ્યેય આદરણીય સ્વ. અટલ બિહારી વાજપાઈજીની 100મી જન્મજયંતી નિમિત્તે સુશાસન દિવસની ઉજવણી કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાંઆવી હતી.
દેશના પૂર્વ પ્રધાનમંત્રી ભારતરત્ન શ્રધ્યેય આદરણીય શ્રી અટલબિહારી વાજપાઈજીની 100મી જન્મજયંતી નિમિત્તે પારડીના ધારાસભ્ય અને ગુજરાત રાજ્ય સરકારના નાણાં, ઊર્જા, પેટ્રોલકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના જન સંપર્ક કાર્યાલય ખાતે આજરોજ પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તબક્કે નાણામંત્રીશ્રી એ શ્રધ્યેય વાજપાઈજીના જીવન ચરિત્રથી પ્રેરણા લઈ રાષ્ટ્રનિર્માણ, લોક સેવાના કામો કરવા અંગેની સૂચન કરી ઉપસ્થિત હોદ્દેદારો, કાર્યકર્તાઓને પ્રેરક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ તબક્કે વાપી શહેર સંગઠનના પ્રમુખ શ્રી મનીષભાઈ દેસાઈ, વાપી તાલુકા ભાજપના પ્રમુખ શ્રી સમયભાઈ પટેલ, વી.આઈ.એ.ના પ્રમુખ શ્રી સતિષભાઈ પટેલ, વાપી નગરપાલિકાના કારોબારી ચેરમેન શ્રી મનોજભાઈ પટેલ, લઘુ ઉદ્યોગ ભારતી વલસાડ જિલ્લા પ્રમુખશ્રી મેહુલભાઈ પટેલ, વાપી શહેર મહામંત્રી શ્રી વિરાજભાઈ દિક્ષાણી, શ્રી ભવલેશભાઈ કોટડીયા, વાપી તાલુકા ભાજપ મહામંત્રી શ્રી અલ્પેશભાઈ પટેલ, વાપી નોટિફાઇડ મહામંત્રી શ્રી વાસુદેવાય સુથાર, પૂર્વ વાપી નગરપાલિકા કારોબારી સમિતિ ચેરમેન શ્રી મિતેશભાઈ દેસાઈ, વાપી શહેર ઓ.બી.સી. મોરચાના પ્રમુખ શ્રી વિપુલભાઈ રાજપુત, વાપી શહેર, વાપી તાલુકા,વાપી નોટિફાઇડભાજપ સંગઠનના હોદ્દેદારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
—-
