October 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

કેન્‍દ્ર શાસિત પ્રદેશમાં આયોજીત એજ્‍યુકેશન ઈનોવેશન ફેર જીલ્લા કલેકટર એક દિવસ વધુ રાખવા જણાવ્‍યું : વિદ્યાર્થીઓને લાભ લેવા આગ્રહ કર્યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.11: દીવ ખાતે બે દિવસીય એજ્‍યુકેશન ઈનોવેશન ફેરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આજરોજ જીલ્લા કલેકટર ફવર્મન બ્રહ્માએ એજ્‍યુકેશન ઈનોવેશન ફેરને વધુ એક દિવસ રાખી અને દીવ જીલ્લાના વિદ્યાર્થીઓને લાભ લેવાજણાવ્‍યું. આજરોજ દીવ કલેકટર ફવર્મન બ્રહ્માએ એજ્‍યુકેશન ઈનોવેશન ફેરની મુલાકાત લીધી હતી અને શિક્ષકો દ્વારા બનાવેલા પ્રોજેક્‍ટનુ નિરીક્ષણ કર્યું હતું, તથા શિક્ષકોના પ્રોજેક્‍ટની પ્રશંસા કરી હતી. સાથે શિક્ષણ વિભાગના અધિકારીઓને વધુમાં વધુ બાળકો આ પ્રદર્શનનોને નિહાળવા માટે બે દિવસની જગ્‍યાએ એજ્‍યુકેશન ઈનોવેશન ફેરને વધુ એક દિવસ એટલે ત્રણ દિવસની વ્‍યવસ્‍થા કરવાના દિશા નિર્દેશ કર્યા અને આ ફેરને એક દિવસ વધુ રાખવાનું નિર્દેશ પણ કર્યો છે. જેથી આ પ્રોજેક્‍ટનો લાભ દીવ જીલ્લાના વિદ્યાર્થીઓ કરી શકે. ઉલ્લેખનીય છે કે, આ એજ્‍યુકેશન ઈનોવેશન ફેરમાં કુલ 40 આકર્ષક અને શીખવા લાયક પ્રોજેક્‍ટ રાખવામાં આવ્‍યા છે.

Related posts

વાપીમાં બેંગ્‍લોર જ્‍વેલરી શોપમાંથી ચોરી કરેલા રૂા.18.59 લાખના દાગીના-રોકડા સાથે એક ઝડપાયો

vartmanpravah

વલસાડના છીપવાડ સ્‍થિત શ્રીકૃષ્ણ પ્રણામી મંદિરમાં શરદ મહોત્‍સવ ઉજવાયો

vartmanpravah

કન્નડ સેવા સંઘ, દાનહ દ્વારા રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

શ્રી મગનલાલ હરિભાઈ ગાંધી ચેરીટેબલ ટ્રસ્‍ટ, વાપી દ્વારા ઉમરગામના પાલી-કનાડુ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને કરાયેલું મફત નોટબૂક વિતરણ

vartmanpravah

મણીપુરના પિશાચીકાંડ વિરૂધ્‍ધ ધરમપુર સજ્જડ બંધ : રેલી યોજાઈ

vartmanpravah

ગણદેવીના કેસલી ગામથી પસાર થતી કેનાલમાં ઠેર-ઠેર તિરાડો પડતાં તકલાદી કામોની ખુલેલી પોલ

vartmanpravah

Leave a Comment