(વાપી બ્યુરો) વાપી, તા.6:
વલસાડ રેલવે સ્ટેશને ગુજરાત કવીન ટ્રેનમાં વડોદરામાં અભ્યાસ કરતી યુવતી ઉપર થયેલ ગેંગરેપના આઘાતમાં ટ્રેનમાં આપઘાત કરી જીવન ટૂંકાવનારી ચકચારી ઘટનામાં અંતે અનેક ધમપછાડા બાદ યુવતી જે સંસ્થા સાથે સંકળાયેલી હતી તે સંસ્થાના સંચાલકો વિરૂદ્ધ વડોદરા ક્રાઈમ બ્રાંચે ગુનો દાખલ કર્યો.
વલસાડ રેલવે સ્ટેશને ગત ધનતેરસના દિવસે રાત્રે એક વાગ્યે ગુજરાત કવીનના ડબ્બામાં યુવતીએ દુપટ્ટા વડે આત્મહત્યા કરેલી એ જબરજસ્થ ચકચાર મચાવી હતી. મૃતક યુવતી નવસારીની હતી અને વડોદરામાં અભ્યાસ કરતી હતી. તેમજ ઓએસીસ સંસ્થા સાથે સંકળાયેલી હતી. છેલ્લા એક દોઢ મહિનાથી રેલવે પોલીસ, ક્રાઈમ બ્રાંચ આ રહસ્યમય ઘટનાની તપાસ કરી રહી છે. યુવતી પર વડોદરામાં ગેંગરેપ થયો હતો અને ગુજરાત કવીનમાં ઘરે આવવા નીકળી હતી. ઘટનાની વિગતો વોટસએપથી સંસ્થા ઓએસીસને જાણ કરેલી હતી. પરંતુ તેને ટાળવા કે અન્ય કારણોસર સંસ્થાના સંચાલકો સામે પોલીસની શંકાની સોય જતા ક્રાઈમ બ્રાંચ વડોદરાએ અને ઓએસીસ સંસ્થાના સંચાલકો પ્રીતિબેન શાહ, સંજીવ શાહ અને વૈષ્ણવીબેન વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.હજુ રહસ્યો વધુ તપાસમાં બહાર આવી શકે એમ છે તેવું તપાસ એજન્સીઓ માની રહી છે.
Next Post