Vartman Pravah
Breaking Newsગુજરાતદમણસેલવાસ

એસ.પી. રાજેન્‍દ્ર પ્રસાદ મીણાની અધ્‍યક્ષતામાં દાનહ પોલીસ હેડ ક્‍વાર્ટર ખાતે જ્‍વેલર્સના વેપારીઓ સાથે અવૈધ ગતિવિધિઓથી સાવધ રહેવા બેઠકનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.11 : દાદરા નગર હવેલીના એસ.પી.ની શ્રી રાજેન્‍દ્ર પ્રસાદ મીણાની અધ્‍યક્ષતામાં પોલીસ હેડ ક્‍વાર્ટર સેલવાસ ખાતે જ્‍વેલરી શોપના માલિકો સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ થોડા દિવસો અગાઉ હોરીજન ટાવર આમલી સ્‍થિત જ્‍વેલરી શોપમા લુંટની ઘટના બનવા પામી હતી. આ પ્રકારની ઘટનાને રોકવા માટે વેપારીઓને દુકાનની બહાર સીસીટીવી કેમેરા અને સુરક્ષા ઉપકરણ લગાવવા અને દુકાનની અંદર અને આજુબાજુ કોઈપણ અવૈધ ગતિવિધિની જાણકારીથી પોલીસ વિભાગને માહિતગાર કરવાથી કાર્યવાહી કરી શકાય. દુકાન માલિકોને એ પણ અનુરોધ કરવામાં આવ્‍યો કે તેમની દુકાનમાં કામ કરતા નોકરો અને કામદારોની ઓળખ માટે ડીડીડીપી સુરક્ષા એપ ડાઉનલોડ કરવા, એમની અવૈધ ગતિવિધિઓની સૂચના આપવા માટે જ્‍વેલર્સ એસોસિએશનના પ્રમુખ, સભ્‍યો અને વરિષ્ઠ પોલીસ અધિકારી અને એસ.એચ.ઓ.ના નેતૃત્‍વમા વોટ્‍સએપ ગ્રુપ બનાવવા માટે સુચિત કરવામાં આવ્‍યા. સાથે તેઓ ચોરીની વસ્‍તુઓની ખરીદી કે વેચાણ નહીં કરે, જેનાથી તેઓને કોઈ પરેશાની નહીં થાય.
આ અવસરેએસ.ડી.પી.ઓ. શ્રી સિદ્ધાર્થ જૈન, જ્‍વેલર્સ એસોસિએશનના પ્રમુખ શ્રી શાંતિલાલ માલી સહિત દુકાનદારો અને સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

મિશન 2024ને નજર સમક્ષ રાખી આજે દીવ ન.પા.ના પ્રમુખ-ઉપ પ્રમુખની ચૂંટણીઃ યોગ્‍ય દાવેદારની પસંદગી માટે ભાજપ મોવડી મંડળે રાત સુધી શરૂ કરેલો મંત્રણાનો દૌર

vartmanpravah

‘‘વણાકબારાથી દમણ પ્રાઈવેટ ટ્રાવેલ્‍સ”ની આજે થઈ શરૂઆત

vartmanpravah

કપરાડા કુંભઘાટ નજીક લોખંડના સળીયા ભરેલ ટ્રક પલટી મારી : ડ્રાઈવર-ક્‍લિનરને સ્‍થાનિકોએ રેસ્‍ક્‍યુ કર્યા

vartmanpravah

સેલવાસ ડોકમરડી ખાડી-દમણગંગા નદીમાં જળકુંભીનું વધેલું પ્રમાણ

vartmanpravah

દાનહ અને દમણ-દીવમાં ગૌહત્‍યા વિરોધી કાયદો કડક બનશે : 10 વર્ષની જેલ અને પાંચ લાખનો દંડ

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવમાં સીબીએસઈ વિદ્યાર્થીઓએ નવા શૈક્ષણિક સત્રની શરૂઆત ધાર્મિક યજ્ઞ સાથે કરી

vartmanpravah

Leave a Comment