September 8, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

યુપી પોલીસ ચીખલીના ખૂંધમાં 20 વર્ષથી છૂપાઈને રહેતા વોન્ટેડ આરોપીને ઉંચકી ગઈ

મથુરા પોલીસે લૂંટ ધાડ જેવા ગુનાઓમાં સંડોવાયેલ આરોપી માટે રૂા. 2પ હજારનું ઈનામ જાહેર કર્યું હતું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.12: ચીખલી તાલુકાના ખુંધ ગામનાં ખાડા વિસ્‍તારમાં છેલ્લા 20 વર્ષથી પરિવાર સાથે રહેતો મહંમદ રફીક નથ્‍થુખાન (ઉ.વ-55) (મૂળ રહે. સાહાચોખા ગામ, પુનહાના થાના મેવાડ હરિયાણા) કે જે વર્ષ 2000માં ચોરી, ધાડ, લૂંટ જેવા અનેક ગુનાઓમાં સંડોવાયેલ હોય ઉત્તરપ્રદેશના મથુરા પોલીસ મથકમાં તેને વોન્‍ટેડ જાહેર કરી યુપી પોલીસ દ્વારા તેના માથે રૂા.25,000/-નું ઈનામ જાહેર કરાયું હતું. યુપી પોલીસને ચકમો આપી ત્‍યાંથી ફરાર થઈ ને તે ખૂંધના ખાડા વિસ્‍તારમાં વસવાટ કરી રહેણાંકના પુરાવાઓ પણ મેળવી લીધા હતા અને અહીં ટ્રક ટ્રાન્‍સપોર્ટનો વ્‍યવસાય કરતો હતો. જેને ટેકનિકલ સાધનોનો ઉપયોગ કરી મથુરા સાતા પોલીસ મથકના પીએસઆઈ રાજકુમાર સિંગ તથા તેજપાલસિંગ સહિતના સ્‍ટાફ દ્વારા નિગરાણી રાખી સ્‍થાનિક પોલીસની મદદથી ઝડપી લીધો હતો.
ખૂંધના ખાડા વિસ્‍તારમાં અનેક પરપ્રાંતિયો વસવાટ કરે છે અને આ વિસ્‍તાર અસામાજિક તત્‍વો માટે જાણે સ્‍વર્ગસમાન બની જવા પામેલ છે. ત્‍યારેસ્‍થાનિક પોલીસ દ્વારા પણ સમયાંતરે કોમ્‍બિંગ હાથ ધરી રહેણાંક, ઓળખના પુરાવાઓ વિગેરેની ચકાસણી કરે તે જરૂરી જણાઈ રહ્યું છે.

Related posts

30મી મે, 1987ના રોજ ગોવાને સંપૂર્ણ રાજ્‍યનો દરજ્‍જો મળ્‍યા બાદ દમણ અને દીવની સાથે દાદરા નગર હવેલીની પણ બદલાયેલી કરવટ

vartmanpravah

વલસાડ પારનેરામાં રહેતા વિધર્મી યુવાને સોશિયલ મીડિયામાં પાકિસ્‍તાન ઝીંદાબાદનો વિડીયો અપલોડ કર્યો

vartmanpravah

ચીખલી તાલુકામાં કમોસમી વરસાદથી ખેતરોમાં ડાંગરના પુળીયા ભીંજાતા ખેડૂતોને ભારે નુકસાન

vartmanpravah

દાનહના ગલોન્‍ડા ગામેથી શંકાસ્‍પદ હાલતમાં મહિલાની લાશ મળતા ચકચાર

vartmanpravah

વાપીની પેપરમીલોમાં કોલસાની કટોકટી ઉભી થતાં 40 જેટલી પેપરમીલ બંધ થવાાના અણસાર

vartmanpravah

બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ અને વાલીઓના માર્ગદર્શન માટે આત્‍મવિશ્વાસ હેલ્‍પલાઈન શરૂ

vartmanpravah

Leave a Comment