Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગણદેવી-176 વિધાનસભાની બેઠક માટે ભાજપ-6, કોંગ્રેસ-3 અને આપ-2 મળી 3 દિવસમાં 11 ઉમેદવારી પત્રકો લઈ જવાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.08: આગામી 1 ડિસેમ્‍બરના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્રકો ભરવાની આચારસંહિતાનો અમલ સહિત ની કામગીરી શરૂ થઈ જવા પામી છે.આ દરમિયાન ત્રણ દિવસમાં ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી ચીખલીની કચેરીમાંથી ભાજપમાંથી છ, કોંગ્રેસમાંથી ત્રણ અને આજે આમ આદમી પાર્ટીમાંથી બે મળી કુલ 11 જેટલા ઉમેદવારી પત્રકો લઈ જવામાં આવ્‍યા છે. મંગળવારે રજાના દિવસે પણ ચીખલી તાલુકા સેવા સદનમાં મામલતદાર, પ્રાંત સહિતની કચેરીઓ ચૂંટણીને લઈને ધમધમતી જોવા મળી હતી અને કચેરીમાં રાજકીય પાર્ટીઓના પ્રતિનિધિઓની ચહલ પહલ વધી જવા પામી છે.
જોકે 176-ગણદેવી વિધાનસભા બેઠક માટે કોંગ્રેસ અને આપ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત થઈ ગઈ છે. પરંતુ ભાજપ દ્વારા ઉમેદવારની જાહેરાત થઈ નથી ત્‍યારે હાલે તાલુકામાં રાજકીય ગતિવિધિ ખાસ જણાતી નથી અને ચૂંટણીનો રંગ જામ્‍યો નથી ત્‍યારે ભાજપના ઉમેદવારની જાહેરાત થશે.અને તમામ રાજકીય પાર્ટીઓના ઉમેદવારોના ઉમેદવારી પત્રકો ભરાયાએ બાદ જ ચૂંટણીનો માહોલ જામશે તેમ લાગી રહ્યું છે.

Related posts

વાપી-વલસાડમાં નવરાત્રી મહોત્‍સવમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ સપરિવાર ઉપસ્‍થિત રહી આરતી-દર્શનનો લાભ લીધો

vartmanpravah

વલસાડ પોલીસે પ્રોહિબિશન ગુનામાં ઝડપાડેલ બે કરોડ દારૂના જથ્થા ઉપર બુલડોઝર ફેરવ્‍યું

vartmanpravah

ચીખલી પોલીસ સ્‍ટેશન પાસે માનસિક બીમાર યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

દાનહના કિલવણી ગ્રામ પંચાયતમાં‘સરકાર આપકે દ્વાર’ શિબિર યોજાઈ

vartmanpravah

સેલવાસની જૂની કલેકટર કચેરી પરિસરમાં નશાખોરોનો જમાવડો

vartmanpravah

વલસાડમાં જાહેરનામાનો ભંગ કરતા ગણેશ મંડળના આયોજક અને ડીજે ઓપરેટર વિરૂધ્‍ધ ફરિયાદ

vartmanpravah

Leave a Comment