September 5, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા ખડાયતા સમાજ દ્વારા 23મો રમોત્‍સવ વલસાડ વેદાંત સ્‍કૂલ પરિસરમાં યોજાયો

ક્રિકેટ, વોલીબોલ, બેઝબોલ, લીંબુ ચમચી, કોથળા દોડ, દોરડા કુદ જેવી રસપ્રદ રમોતમાં સમાજના યુવા-યુવતિઓએ ઉલ્લાસભેર ભાગ લીધો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: વલસાડ જિલ્લા સમસ્‍ત ખડાયતા સમાજ દ્વારા તાજેતરમાં વલસાડની વેદાંત સ્‍કૂલમાં 23મો રમોત્‍સવ યોજાયો હતો. જેમાં સમાજ યુવાન-યુવતીઓએ ઉત્‍સાહભેર ભાગ લઈને રમોત્‍સવને સફળ બનાવ્‍યો હતો.
સમસ્‍ત ખડાયતા સમાજ દ્વારા ગત રવિવારે વલસાડ વેદાંત સ્‍કૂલમાં 23મો રમોત્‍સવ દબદબા પૂર્વક યોજાયો હતો. જેમાં ક્રિકેટ, વોલીબોલ, બેઝબોલ, લીંબુ ચમચી, કોથળા દોડ, દોરડા કુદ જેવી રસપ્રદ રમતો સાથે સાથે સબ ખેલો સબ જીતોની સરપ્રાઈઝ ગેઈમમાં યુવા ધનને મન મુકી વિવિધ રમતોમાં ભાગ લઈ લીધો હતો.રમોત્‍સવને સફળ બનાવવા સ્‍પોર્ટ કમીટી રાજ શાહ, પાર્થ શાહ, ભાવુક શાહ, વિશૃત શાહ, કૌશલ શાહ, તૃષિશ શાહ, કેયુર શાહ, જતીન શાહ, ઉત્‍કર્ષ શાહ, નમ્રતા, સિધ્‍ધિ બિનલ, ભૂમિ, હર્ષિત, નિશીત, જપન શાહની મહેનત રંગ લાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રમુખ સ્‍નેહલ ગાંધીએ કર્યું હતું. ખેલદીલી ભાવના અને લિજ્જત ભર્યા ભોજનની લિપ્ત સમાજના નાનેરા-મોટેરા સૌએ ઉઠાવી હતી.

Related posts

વલસાડ જિલ્લાના વિવિધ સ્‍થળો પર ‘‘સ્‍વચ્‍છતા હી સેવા” અંતર્ગત સફાઈ અભિયાન હાથધરાયું

vartmanpravah

વાપીમાં નાણા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં રક્તદાન શિબિર યોજાઈ

vartmanpravah

વાપી વી.આઈ.એ.ના બંધારણમાં અચાનક સુધારો કરવા તા.30 માર્ચના રોજ ખાસ એ.જી.એમ. યોજાશે

vartmanpravah

વલસાડની ભદેલી મોટાફળીયા પ્રાથમિક શાળામાં અભ્‍યાસ કરતાં બાળકોએ વિવિધ બાહ્ય પરીક્ષાઓમાં ઝળહળતો દેખાવ કર્યો

vartmanpravah

વલસાડમાં વડાપ્રધાનશ્રીના જન્‍મદિવસ પ્રસંગે બે દિવસીય યોગ શિબિર યોજાઈ

vartmanpravah

સેલવાસ-દમણની નર્સિંગ કોલેજની પાસ થયેલી તમામ 108 વિદ્યાર્થીનીઓનું પ્‍લેસમેન્‍ટ થતાં ઝળકેલી ખુશી

vartmanpravah

Leave a Comment