October 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

પ્રશાસનની ઝીરો ટોલરન્‍સની નીતિ મુજબ સેલવાસ નગરપાલિકા દ્વારા સતત બીજા દિવસે પણ ગેરકાયદેસર દબાણો દૂર કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.18 : ગેરકાયદે થતી અથવા થયેલી પ્રવૃત્તિઓ સામે સંઘપ્રદેશ પ્રશાસને અપનાવેલી ઝીરો ટોલરન્‍સની નીતિ મુજબ આજે સેલવાસ નગરપાલિકા દ્વારા સતત બીજા દિવસે વિસ્‍તારમાં ગેરકાયદેસર તાણી બાંધેલ, નિર્માણ કરેલ અતિક્રમણ હટાવવાની ઝુંબેશ અવિરત ચાલુ રાખી હતી. આ ઝુંબેશમાં સેલવાસ શહીદ ચોકથી પીપરીયા પોલીસ સ્‍ટેશન સુધી ગેરકાયદેસર જમાવેલા અતિક્રમણ હટાવવામાં આવ્‍યા હતા. જેમાં દુકાનોની બહાર મુકવામાં આવેલ સરસામાન પણ જપ્ત કરવામાં આવ્‍યો હતો. સેલવાસ નગરપાલિકા દ્વારા ગેરકાયદે તાણી બાંધેલ દરેક દુકાનદારો, બાંધકામ કરનારાઓને સૂચિત કરવામાં આવે છે કે ગેરકાયદેસર તાણી બાંધેલ અતિક્રમણને તેઓ જાતે હટાવી દે, નહિ તો તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Related posts

ડ્રગ્‍સકંટ્રોલ ડિપાર્ટમેન્‍ટે  દાનહના સેલવાસ નજીક વગર લાયસન્‍સે દવાનું વેચાણ કરતા બે મેડિકલ દુકાન ઉપર પાડેલો દરોડો

vartmanpravah

મણીપુરની ઘટનાના વિરોધમાં આદિવાસી સંગઠનો દ્વારા અપાયેલા ગુજરાત બંધના એલાનને ચીખલીના રાનકુવા, સુરખાઈ સહિતના અનેક વિસ્‍તારમાં મળેલો પ્રતિસાદ

vartmanpravah

સંઘપ્રદેશ થ્રીડી ખેલ અને યુવા વિભાગ દ્વારા ઈન્‍ટર સ્‍કૂલ ઓપન ટગ ઓફ વોર અને લગોરી સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

નવસારી લોકસભા મતદાર વિસ્તારમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો

vartmanpravah

અખિલ બ્રહ્માંડની અધિષ્ઠત્રી જગદંબા સદૈવ કલ્‍યાણકારી છેઃ પ્રફુલભાઇ શુક્‍લ

vartmanpravah

વલસાડના તિથલ ખાતે દરિયાઈ તટ મેરેથોન યોજાઈઃ 1191 દોડવીરો ઉત્‍સાહભેર દોડયા

vartmanpravah

Leave a Comment