January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

પ્રશાસનની ઝીરો ટોલરન્‍સની નીતિ મુજબ સેલવાસ નગરપાલિકા દ્વારા સતત બીજા દિવસે પણ ગેરકાયદેસર દબાણો દૂર કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.18 : ગેરકાયદે થતી અથવા થયેલી પ્રવૃત્તિઓ સામે સંઘપ્રદેશ પ્રશાસને અપનાવેલી ઝીરો ટોલરન્‍સની નીતિ મુજબ આજે સેલવાસ નગરપાલિકા દ્વારા સતત બીજા દિવસે વિસ્‍તારમાં ગેરકાયદેસર તાણી બાંધેલ, નિર્માણ કરેલ અતિક્રમણ હટાવવાની ઝુંબેશ અવિરત ચાલુ રાખી હતી. આ ઝુંબેશમાં સેલવાસ શહીદ ચોકથી પીપરીયા પોલીસ સ્‍ટેશન સુધી ગેરકાયદેસર જમાવેલા અતિક્રમણ હટાવવામાં આવ્‍યા હતા. જેમાં દુકાનોની બહાર મુકવામાં આવેલ સરસામાન પણ જપ્ત કરવામાં આવ્‍યો હતો. સેલવાસ નગરપાલિકા દ્વારા ગેરકાયદે તાણી બાંધેલ દરેક દુકાનદારો, બાંધકામ કરનારાઓને સૂચિત કરવામાં આવે છે કે ગેરકાયદેસર તાણી બાંધેલ અતિક્રમણને તેઓ જાતે હટાવી દે, નહિ તો તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Related posts

પારડી તાલુકાના પરીયા ગામના યુવકે અગમ્‍ય કારણસર ઝેરી દવા પીધી : વલસાડ સિવિલ હોસ્‍પિટલ ખાતે સારવાર હેઠળ

vartmanpravah

વાપી કુંભારવાડથી નામધા ખડકલા રીંગરોડને જોડતા મુખ્‍ય માર્ગની નવિનીકરણની કામગીરી શરૂ કરાઈ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં સવારથી સાંજ સુધી બે ઇંચ વરસેલો વરસાદ

vartmanpravah

ઇન્‍ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા સંચાલિત સેલવાસ ખાતેની દિવ્‍યાંગ બાળકો માટેની વિશેષ શાળામાં કુપોષણ નિવારણ સેમિનાર યોજાયો

vartmanpravah

વાપી ચાર રસ્‍તા દુકાનેથી નમાજ પઢવાનું કહી નિકળેલ યુવાન ગુમ : બાઈક દમણગંગા પુલ ઉપરથી મળ્‍યુ

vartmanpravah

મોટી દમણ ભાઠૈયાના નવયુવાન પોલીસ કોન્‍સ્‍ટેબલ વિશાલ પટેલનું આકસ્‍મિક નિધનઃ સમગ્ર વિસ્‍તારમાં છવાયેલો શોક

vartmanpravah

Leave a Comment