December 1, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના દપાડામાં કંપની સ્‍ટાફની બસે મોપેડચાલકને મારેલી ટક્કરઃ મોપેડચાલક યુવાનને ગંભીર ઈજા થતાં સારવાર હેઠળ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.25 : પ્રાપ્ત માહિતી પ્રમાણે દાદરા નગર હવેલીના દપાડા ગામે અપાર કંપનીની બસ સ્‍ટાફને લઈ કંપની તરફ જઈ રહી હતી તે સમયે મોપેડ પર સવાર યુવાન ટકરાતા તેને ગંભીર ઈજા થવા પામી હતી. જેને તાત્‍કાલિક સારવાર અર્થે હોસ્‍પિટલમાં લઈમાં જવામાં આવ્‍યો હતો.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દપાડા ખાતે આવેલી અપાર કંપનીની બસ નંબર ડીડી-01- યુ-9743 સેલવાસથી કપંનીના સ્‍ટાફને લઈ દપાડા જઈ રહી હતી તે સમયે મોપેડ નંબર ડીડી-01- બી-0952 પર સવાર યુવાનને બસની ટક્કર લાગતા તે જમીન પર પટકાયો હતો અને મોપેડ બસની નીચે આવી ગયું હતું.
આ ઘટનામાં યુવાનને ગંભીર ઇજા પહોંચી હતી, જેમને તાત્‍કાલિક સ્‍થાનિકોએ એમ્‍બ્‍યુલન્‍સ બોલાવી સારવાર અર્થે હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યો હતો. આ ઘટનાની જાણ પોલીસને થતાં તેમની ટીમ ઘટના સ્‍થળે પહોંચી હતી અને અકસ્‍માતની નોંધ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

મોતીવાડા રેપ વીથ મર્ડરના સિરિયલ કિલરે આચરેલા ગુનાઓ જ એને જીવન આપી રહ્યા છે

vartmanpravah

ચીખલી તાલુકાના ઘેકટી ગામના વોર્ડ સભ્‍યો દ્વારા ગામમાં બનેલા ડામર અને આરસીસીના રોડના કામમાં ભ્રષ્ટાચાર બાબતે ટીડીઓ, ડીડીઓને કરેલી લેખિત રજૂઆત

vartmanpravah

વાપી એસ. કાન્‍ત હેલ્‍થ કેર કંપનીમાં મહિલાના સ્‍વ બચાવ માટે માર્શલ આર્ટ સેમિનાર યોજાયો

vartmanpravah

વાપી ગુંજન વિસ્‍તારમાં વીજ ટ્રાન્‍સફોર્મરમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરા-તફરીનો માહોલ સર્જાયો

vartmanpravah

ડહેલીથી મળેલા અજાણ્યા મૃતકના વાલીવારસો સંપર્ક કરે

vartmanpravah

ઉમરસાડી માછીવાડમાં શ્રાવણ માસ નિમિત્તે અખંડ ભજન કીર્તન, પાલખી યાત્રા સાથે મટકી ફોડી સપ્તાહની ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment