April 29, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સુરત દૈવજ્ઞ સમાજ આયોજીત ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં ધરમપુરને હરાવી મુંબઈની ટીમ ચેમ્‍પિયન

ટૂર્નામેન્‍ટને નિહાળવા અમદાવાદથી લઈ પૂના સુધીના સમાજના લોકો હાજર રહ્યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: અમદાવાદ, કચ્‍છ ભૂજથી લઇ મુંબઇ અને પૂના સુધી વસેલા દૈવજ્ઞ મહારાષ્‍ટ્રીયન સમાજ દ્વારા છેલ્લા 30 વર્ષથી સમાજના લોકોને સંગઠિત કરવા અને યુવાઓમાં રહેલી ખેલ પ્રતિભાને વિકસાવવા દર વર્ષે ક્રિકેટ ટૂર્નામેન્‍ટનું આયોજન કરવામાં આવે છે.
ગત રવિવારે રોટેશન મુજબ દૈવજ્ઞ સમાજ વિકાસ મંડળ સુરત દ્વારા ક્રિકેટ ટૂર્નામેન્‍ટનું આયોજન ગજેરા સર્કલ ક્રિકેટ ગ્રાઉન્‍ડ સુરત ખાતે કરાયું હતું જેમાં વાપી, દમણ, વલસાડ, ધરમપુર, મુંબઈ અને સુરતની ટીમે ભાગ લીધોહતો. નિર્ધારીત 8 ઓવરની ટૂર્નામેન્‍ટની લીગ મેચો રમાયા બાદ ફાઈનલમાં ધરમપુર અને મુંબઈની ટીમ વચ્‍ચે 6 ઓવરનો મુકાબલો થયો હતો જેમાં સુરતની ટીમે પ્રથમ બેટીંગ કરતા 50 રનનો ટાર્ગેટ આપ્‍યો હતો પરંતુ રશાકસી ભરેલી ફાઈનલમાં ધરમપુરની ટીમ 9 રનથી હારી ગઈ હતી. મેન ઓફ ધ મેચનો ખિતાબ મુંબઈ ટીમના ધનંજય તળેકર, બેસ્‍ટ ફિલ્‍ડર નિતિન, બેસ્‍ટ બોલર રાજેશના ફાળે ગયુ હતું. જ્‍યારે બેસ્‍ટ બેસ્‍ટમેન હિમાંસુ ગજરે ધરમપુર તથા મેન ઓફધી સિરિઝનો ખિતાબ ધરમપુરના પ્રસાંત ચોન્‍કરે જીત્‍યો હતો. ટૂર્નામેન્‍ટમાં દરેક ટીમના કેપ્‍ટનોને સન્‍માનિત કરાયા હતા. ટૂર્નામેન્‍ટને સફળ બનાવવા સુરત દૈવજ્ઞ સમાજના પ્રમુખ પ્રસાંત ગજરે તથા તમામ સભ્‍યોએ ભારે જહેમત ઉઠાવી હતી.
આ પ્રસંગે દાતાઓનું પણ વિશેષ સન્‍માન કરાયું હતું. મેચ નિહાળવા સમાજના યુવાથી લઈ આધેડ વયના ભગીની બંધુઓમાં એટલો ઉત્‍સાહ હતો કે અમદાવાદ, વડોદરા, ભરૂચથી લઈ મુંબઈ અને પૂના સુધીના સેંકડો લોકો ટ્રેન મારફતે સુરત પહોંચ્‍યા હતા. તો વાપી, દમણ, ધરમપુરના લોકો લક્‍ઝરી બસ, ટ્રેન, ખાનગી વાહનોમાં ગયા હતા. આ પ્રસંગે આવતા વર્ષની ટુર્નામેન્‍ટ માટે ગુજરાત વેસ્‍ટ જોન ટીમની જાહેરાત થઈ હતી.

Related posts

ધરમપુર માલનપાડામાં કોસ્‍મેટિક ગોડાઉનમાં થયેલી 9 લાખની ચોરીનો ભેદ પોલીસેઉકેલ્‍યો

vartmanpravah

વેલુગામ સ્‍થિત દોડીયા સીન્‍થેટીક્‍સ લિમિટેડ કંપનીના કર્મચારીઓ દિવાળી બોનસ નહીં મળતા હડતાલ પર

vartmanpravah

ઉમરસાડી માછીવાડથી મોપેડ પર દારૂની હેરાફેરી કરનાર ઝડપાયા

vartmanpravah

દમણની ઘેલવાડ ગ્રામ પંચાયતમાં ‘સબકી યોજના સબકા વિકાસ’ અંતર્ગત યોજાઈ ગ્રામસભા

vartmanpravah

સંઘપ્રદેશમાં કોવિડ-19ના રોકથામ માટે આરોગ્‍ય વિભાગે શરૂ કરેલા તકેદારીના પગલાં ‘‘કોરોના કો હરાના હૈ દો ગજ દુરી, માસ્‍ક ઔર હેન્‍ડ સેનિટાઈઝર હૈ જરૂરી”: ફરી ગુંજતો થયેલો મંત્ર

vartmanpravah

વલસાડ નાની ભાગળ દરિયા કિનારે બોટમાં દમણથી લવાયેલ દારૂનો જથ્‍થો ઝડપાયો

vartmanpravah

Leave a Comment