October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર માલનપાડામાં કોસ્‍મેટિક ગોડાઉનમાં થયેલી 9 લાખની ચોરીનો ભેદ પોલીસેઉકેલ્‍યો

કુખ્‍યાત ગોધરાની તાડપત્રી ગેંગનો મહેબુબ કાળો સિદ્દિકી પકડાયો : ટ્રક અને સામાન મળી 13.70 લાખનો મુદ્દામાલ જપ્ત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: વલસાડ ધરમપુર માલનપાડામાં ગત તા.11-01-2023ના રોજ કોસ્‍મેટીકના વેપારીએ ધરમપુર પો.સ્‍ટે. કોસ્‍મેટિક માલ સામાનની રૂા.9.26 લાખની ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી. દુકાન માલિક રોહીત સુરેશભાઈ ભદ્રાની ફરિયાદ બાદ એલ.સી.બી. એસ.ઓ.જી.ની ટીમે તપાસ હાથ ધરી હતી. જેમાં ગણતરીના દિવસમાં પોલીસે ચોરીનો ભેદ ઉકેલી કુખ્‍યાત ગોધરાની તાડપત્રી ગેંગનો આરોપી ઝડપી પાડયો છે.
ધરમપુરમાં હિન્‍દુસ્‍તાન લીવરની એજન્‍સી ધરાવતા રોહીત સુરેશભાઈ ભદ્રાના કોસ્‍મેટિક ગોડાઉનમાં ગત તા.10-01-2023ના રોજ રૂા.9,26,634ની શેમ્‍પુ- હેર ઓઈલ, ટુથપેસ્‍ટ જેવી કોસ્‍મેટિક સામાનની ચોરી થઈ હતી. ફરિયાદ બાદ પોલીસે હાથ ધરેલી ચાંપતી તપાસમાં ચોરીનો ભેદ ઉકેલી દીધો છે. ચોરીની રાતે ટ્રક ભરીને ચોરટાઓ ફરાર થઈ ગયા હતા તેનુ પગેરુ પોલીસે શોધી કાઢયું છે. ગોધરાની તાડપત્રી ગેંગ ટ્રકમાં સામાન ભરીને ગોધરા પહોંચી હતી. સમગ્ર ઘટના સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થઈ હતી. ચોરીની મોડસ ઓપરેન્‍ડી આધારે પોલીસ ગોધરાની તાડપત્રી ગેંગ સુધી પહોંચી હતી. ગુનામાં વપરાયેલ ટ્રક નં.જીજે34 ટી 6395 સાથે આરોપી મહેબુબ કાળો સિદ્દીકી પકડી લેવાયો હતો તેમજ ટ્રક અને સામાન સાથે પોલીસે રૂા.13.70 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ ધરમપુર પોલીસ કરી રહી છે.

Related posts

વાપીની બાયર કંપની ખાતે એક્રિલોનાઇટ્રાયલ ઝેરી ગેસનું ગળતર થતાં જિલ્લામાં જિલ્‍લા કલેકટરશ્રી દ્વારા ઓફસાઇટ ઇમરજન્‍સી જાહેર કરાઇઃ ડિસ્‍ટ્રીક ઓફસાઇટ ઇમરજન્‍સી પ્‍લાન અંતર્ગત મોકડ્રીલ યોજાઇ

vartmanpravah

સ્‍વાગત કાર્યક્રમના 20 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે 29 એપ્રિલ સુધી સ્‍વાગત સપ્તાહની ઉજવણી કરાશે

vartmanpravah

સરકારી કોલેજ દમણમાં ‘વિશ્વ માતૃભાષા દિવસ’ની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી

vartmanpravah

vartmanpravah

પારડી તથા મોતીવાડા ખાતે થયેલ મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલાયો

vartmanpravah

દમણની સરકારી ઉચ્‍ચત્તર માધ્‍યમિક ભીમપોર શાળાનું આશાસ્‍પદ 94.12 ટકાપરિણામ

vartmanpravah

Leave a Comment