(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.25: પારડી તાલુકાના મોતીવાડા ખાતે નેશનલ હાઇવે નંબર 48 નજીક ભરાતા હટવાડામાં તારીખ 10.3.2024 ના રોજ ખડકી રિસોર્ટ ખાતે રહેતા રાકેશ કુમાર વિજેન્દ્રસિંહ બૌદ્ધ પોતાની મોટરસાયકલ સ્પ્લેન્ડર પ્લસનંબર જીજે 15 ડીપી 0728 હટવાડાના પાર્કિંગમાં પાર્ક કરી શાકભાજી લેવા માટે ગયા હતા. આ દરમિયાન તેમની મોટરસાયકલ પાર્કિંગમાંથી ચોરાઈ જતા તેઓએ શોધખોળ બાદ તારીખ 14.12.2024 ના રોજ પોતાની મોટરસાયકલ ચોરી થઈ હોવાની ફરિયાદ પારડી પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી હતી.
આવાજ બીજા કિસ્સામાં પારડી સોના દર્શન પાછળ રિક્તી એપાર્ટમેન્ટ ફલેટ નંબર 201 માં રહેતા અને પારડી મામલતદાર ઓફિસમાં કોમ્પ્યુટર ઓપરેટરની નોકરી કરતા ગીરીશભાઈ મગનભાઈ હળપતિ તારીખ 21-10-2024 ના રોજ પોતાની સ્પ્લેન્ડર મોટરસાયકલ નંબર જીજે 15 બીક્યુ 4002 રાબેતા મુજબ પારડી મામલતદાર ઓફિસના પાર્કિગમાં પાર્ક કરી ઓફિસમાં કામ કરવા ગયા હતા. આ દરમિયાન પાર્કિંગમાંથી એમની મોટરસાયકલ ચોરાઈ જતા આ અંગેની ફરિયાદ એમણે તારીખ 11-12-2024 ના રોજ પારડી પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી હતી.
આ બંને મોટરસાયકલની ચોરી કરનાર દિપક ઉર્ફે અર્જુન રઘુનાથ શિરસાઠ રહે.પટેલ ફળિયુ અલથાણ સુરત મૂળ રહે.ધુલિયા મહારાષ્ટ્ર નાઓ સુરત લાજપોર જેલમાં ગુના અર્થે સજા કાપી રહ્યા હોવાની જાણ થતા પારડી પોલીસ તારીખ 24-12-2024 ના રોજ સુરત લાજપોર જેલથી ટ્રાન્સફર ઓર્ડરથી પારડી પોલીસ સ્ટેશન લાવી વધુ તપાસ હાથ ધરીછે.