October 16, 2026
Vartman Pravah
Breaking Newsખેલડિસ્ટ્રીકટદમણદીવ

મોટી દમણ ફૂટબોલ ગ્રાઉન્‍ડ ખાતે નેહરુ યુવા કેન્‍દ્ર દમણ દ્વારા જિલ્લા કક્ષાની રમતોત્‍સવનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા.22: નહેરુ યુવા કેન્‍દ્ર દમણ દ્વારા રવિવારે મોટી દમણના ફૂટબોલ ગ્રાઉન્‍ડ ઉપર જિલ્લા કક્ષાની રમતગમત સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ દરમિયાન યુવાનોએ વોલીબોલ, ટગ ઓફ વોર(દોરડાખેંચ), એથ્‍લેટિક્‍સ અને યોગ જેવી સ્‍પર્ધાઓમાં સક્રિયપણે ભાગ લીધોહતો. આ અવસરે ઉપસ્‍થિત રમતગમત વિભાગના એપીઈઓ શ્રી અક્ષય કોટલવાર અને નહેરુ યુવા કેન્‍દ્ર દમણના જિલ્લા યુવા અધિકારી શ્રી અનુપમ કૈથવાસે વિજેતાઓને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્‍માનિત કર્યા હતા. આ રમતગમત સ્‍પર્ધાઓની વિવિધ રમતોની સ્‍પર્ધાઓના નિર્ણાયક તરીકે શ્રી સાવકભાઈ ગવળી, શ્રી પાર્થ પારડીકર, શ્રી આકાશ ઉદેશી, શ્રી અશોક બારીયા અને શ્રી અર્જુન ઉદેશી ફરજ બજાવી હતી.
વોલીબોલમાં દર્શ પટેલની ટીમ વિજેતા અને સ્‍ટેમ્‍સની ટીમ રનર્સઅપ રહી હતી. ટગ ઓફ વોર(દોરડાખેંચ)- મેન્‍સ કેટેગરીમાં ડી પુલર્સ ટીમ વિજેતા અને દર્શ પટેલની ટીમ રનર્સ અપ રહી હતી જ્‍યારે ટગ ઓફ વોર(દોરડાખેંચ)ની મહિલા વર્ગમાં રમતની મુખ્‍ય ટીમ વિજેતા અને ભીમપોર ઉપવિજેતા રહી હતી. 100 મીટર દોડ સ્‍પર્ધામાં પુરુષોની કેટેગરીમાં વિશાલ શાહ પ્રથમ, નુમાન આફ્રિદી દ્વિતીય અને જય દેબનાથ તૃતીય ક્રમે રહ્યા હતા. મહિલા વર્ગમાં રેશ્‍મા ખાતૂન પ્રથમ, લક્ષ્મી બુદ્ધ દ્વિતીય અને ભૂમિકા પાટીલ ત્રીજા ક્રમે રહ્યા હતા. યોગાસન સ્‍પર્ધામાં શ્રેયા સિંહ, બીજા ક્રમે ત્રિશા સિંઘ અને ત્રીજા ક્રમે રિયા સિંહ આવ્‍યા હતા. આ કાર્યક્રમના આયોજનમાં રાષ્‍ટ્રીય યુવા મંડળ સભ્‍ય રાષ્‍ટ્રીય યુવા સ્‍વયંસેવક તોહા, નિકિતા, ધ્રુવ અને અનિકેતે મહત્‍વની ભૂમિકા ભજવી હતી.

Related posts

દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા કેટલાક ખેડૂતોને વર્મી કમ્‍પોસ્‍ટ બેડનું કરાયેલું વિતરણ

vartmanpravah

આજે સંઘપ્રદેશના ભાવિનું પરિણામઃ બહુમતિ લોકોના જન માનસનો પડનારો પડઘો: પ્રદેશમાં ભારે ઉત્તેજના અને રોમાંચનો માહોલ

vartmanpravah

વલસાડ જિલ્લામાં 150થી વધુ સ્‍થળે યોગ અભ્‍યાસ શિબિર યોજાઈ

vartmanpravah

ચીખલી તાલુકામાં ‘નલ સે જલ યોજના’માં પાણીની પાઈપ લાઈન ઉપરથી જ દાટી વેઠ ઉતારતા કેટલાક ગામોમાં પાણીની લાઈનમાં ભંગાણ પડતા લોકોમાં આક્રોશ

vartmanpravah

ભગવાન શ્રીકળષ્‍ણ વિશે આપત્તિજનક પોસ્‍ટ કરનારા ધરમપુર તાલુકાના તુંબી ગામના દંપતિ સામે કાર્યવાહી કરવા માંગ

vartmanpravah

રાષ્‍ટ્રીય શાળા રમત-ગમત સ્‍પર્ધા-2023 દમણમાં જિલ્લા કક્ષાની પસંદગી પ્રક્રિયા પૂર્ણ: દમણ જિલ્લા કક્ષાની પસંદગી પ્રક્રિયામાં ખેલાડીઓએ સક્રિયપણે લીધેલો ભાગ

vartmanpravah

Leave a Comment