July 18, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

દમણ જિ.પં.ના તત્‍કાલિન પ્રમુખ નવિન પટેલ અને તેમના લઘુબંધુ અશોક પટેલ વચ્‍ચે પૈસાની લેનદેણ કરનાર ઈસરાર ઉર્ફે બબલુ મજીબુલ્લા ચૌધરીની ધરપકડ

આરોપી ઈસરાર ઉર્ફે બબલુ મજીબુલ્લા ચૌધરીને ભાગવા મદદ કરનાર મોટી વાંકડના ભરત મોહન પટેલની પણ દમણ પોલીસે કરેલી ધરપકડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.22: દમણ જિલ્લા પંચાયતના તત્‍કાલિન પ્રમુખ નવિન રમણ પટેલ અને તેમના લઘુબંધુ અશોક પટેલની ખંડણી અને હપ્તા વસૂલીમાં કરેલી ધરપકડ બાદ આજે દમણ પોલીસે આ બંને આરોપીઓની વચ્‍ચે પૈસાની લેનદેણ કરનાર વ્‍યક્‍તિ ઈસરાર ઉર્ફે બબલુ મજીબુલ્લા ચૌધરી અને તેને ભગાવવામાં મદદ કરનારા ભરત મોહન પટેલની ધરપકડ કરી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દમણ જિ.પં.ના તત્‍કાલિન પ્રમુખ નવિન પટેલ અને તેમના ભાઈ વિરૂદ્ધ ગુનો નોંધાયા બાદ બંને વચ્‍ચે પૈસાનીલેનદેણ કરનાર આરોપી ઈસરાર ઉર્ફે બબલુ મજીબુલ્લા ચૌધરી છટકી જવા સફળ રહ્યો હતો.
દમણ પોલીસે આરોપીને પકડવા માટે ગોઠવેલા વ્‍યુહ મુજબ આજે ભિલાડથી તેની સ્‍કોર્પિયો ગાડી નં. ડીડી-03 એકે-0033માં ધરપકડ કરી હતી. ધરપકડ દરમિયાન તેણે જણાવ્‍યું હતું કે, તે વાપીથી મુંબઈ ચાલી ગયો હતો. ત્‍યાંથી દિલ્‍હી થોડો સમય રહ્યા બાદ અજમેર થઈ સારણ અમદાવાદથી મુંબઈ આવ્‍યો હતો અને મુંબઈથી વાપી તરફ જતાં વચ્‍ચે દમણ પોલીસે ભિલાડ ખાતે ઈસરાર ઉર્ફે બબલુ મજીબુલ્લા ચૌધરીની ધરપકડ કરી હતી.
અટકાયતમાં આવેલા આરોપીએ જણાવ્‍યું હતું કે, ભરત મોહન પટેલ રહે. પટેલ ફળિયા મોટી વાંકડ, નાની દમણે તેની ભાગવા માટે મદદ કરી હતી. પોલીસે ભરત પટેલની પણ ધરપકડ કરી છે અને સ્‍કોર્પિયો ગાડી પણ બરામદ કરી છે.

Related posts

દમણ કોર્ટમાં સિવિલ જજ સિનિયર ડિવિઝન અને ચીફ જ્‍યુડિશિયલ મેજીસ્‍ટ્રેટનો કાર્યભાર સંભાળતા પવન એચ. બનસોડ

vartmanpravah

આજેદમણવાડા ગ્રામ પંચાયત ‘આત્‍મ સન્‍માન દિવસ’ ઉજવશે

vartmanpravah

ચીખલી-રૂમલાના આંબાપાડા અને ચિકારપાડામાં મોબાઈલ નેટવર્ક નહીં પકડાતા ધારાસભ્‍યને રાવ

vartmanpravah

શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્‍સવ નોર્થ ઝોન અને ઈસ્‍ટ ઝોનમાં હાજરી આપતા ગૃહરાજ્‍યમંત્રી હર્ષભાઈ સંઘવી

vartmanpravah

સોનવાડા ના 38 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્‍યું

vartmanpravah

દમણના નવનિયુક્‍ત કલેક્‍ટર તપસ્‍યા રાઘવનું અભિવાદન કરતા સાંસદ લાલુભાઈ પટેલ

vartmanpravah

Leave a Comment