Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

રાષ્‍ટ્રીય આપદા વ્‍યવસ્‍થાપન, નવી દિલ્‍હીના સહયોગથી દાનહ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ ઓથોરીટી દ્વારા ‘આપદા મિત્ર’ યોજના અંતર્ગત સ્‍વયંસેવકોને બે દિવસની આપવામાં આવેલી તાલીમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.30: દાદરા નગર હવેલી જિલ્લા આપદા વ્‍યવસ્‍થાપન પ્રાધિકરણ (ડીએનએચડીડીએમએ)એ રાષ્‍ટ્રીય આપદા પ્રતિક્રિયા બળ (એનડીઆરએફ) અને રાષ્‍ટ્રીય આપદા વ્‍યવસ્‍થાપન, નવી દિલ્‍હીના સહયોગ દ્વારા ‘આપદા મિત્ર’ યોજના અંતર્ગત બે દિવસ સુધી 133 સ્‍વયંસેવકો માટે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ યોજના દાદરા નગર હવેલી જિલ્લામાં આપદા પ્રતિક્રિયામાં સામુદાયિક સ્‍વયંસેવકોનાપ્રશિક્ષણ પર કેન્‍દ્રીત છે. આ ‘આપદા મિત્ર’ યોજનાનો ઉદ્દેશ્‍ય સ્‍વયંસેવકોને કૌશલ પ્રદાનકરવાનો છે, તેઓને આપદા બાદ પોતાના સમુદાયની તાત્‍કાલિક જરૂરતોનો જવાબ આપવાની આવશ્‍યકતા હશે. જેનાથી આપાત સ્‍થિતિ દરમ્‍યાન બુનિયાદી રાહત અને બચાવ કાર્ય કરવામાં સક્ષમ થઈ શકે. આ યોજનામાં પ્રથમ બેચમાં દાનહના 64 સ્‍વયંસેવકોને તાલીમ આપવામાં આવી છે. આ તાલીમ 6ઠ્ઠી બટાલિયન એનડીઆરએફ, બરોડા-ગુજરાતના અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી. આ આપદા મિત્રને આપદા પ્રતિક્રિયા અને રાહતના વિવિધ પહેલુઓ જેવા કે પ્રાથમિક ચિકિત્‍સા, સીપીઆર, બુનિયાદી જીવન રક્ષક કૌશલ, પ્રાથમિક અગ્નિશમન બાબતે તાલીમ આપવામાં આવી હતી, સાથે ફાયર વિભાગની ટીમને પણ સ્‍પોર્ટસ કોમ્‍પ્‍લેક્‍સ, સેલવાસમાં તાલીમ આપવામાં આવી હતી. આ ‘આપદા મિત્ર’ સવયંસેવકોને વ્‍યવહારિક અનુભવ માટે મધુબન ડેમનું ભ્રમણ પણ કરાવવામાં આવ્‍યું હતું.
26મી જાન્‍યુઆરીના રોજ આમાંથી કેટલાક સ્‍વયંસેવકોને 74મા જિલ્લા સ્‍તરીય ‘પ્રજાસત્તાક દિવસ’ના કાર્યક્રમમાં કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભાના હસ્‍તે પ્રમાણપત્ર અને ઓળખપત્રોનું પણ વિતરણ કરવામાં આવ્‍યું હતું.

Related posts

સેલવાસમાં કિશોરીએ ફાંસી લગાવી કરેલી આત્‍મહત્‍યા

vartmanpravah

સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત દમણઃ કચીગામ સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળામાં ‘બેટી સુરક્ષા-બેટી શિક્ષા’ વિષય ઉપર યોજાયેલો સ્‍વ જાગૃતિ કાર્યક્રમ

vartmanpravah

વાપીના હરિયા પાર્ક ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા ડુંગરાના અંબામાતા મંદિરમાં હનુમાનજી, શિવપરિવાર, ગણેશજીની મૂર્તિઓનું શાષાોક્‍ત વિધિ-વિધાન સાથે કરવામાં આવેલી સ્‍થાપના

vartmanpravah

દાનહમાં અનંત ચૌદશના દિને ગણપતિની મૂર્તિઓનું કરાયેલું વિસર્જન

vartmanpravah

દમણ ન.પા.એ શહેરને પ્‍લાસ્‍ટિક અને ગાર્બેજ મુક્‍ત કરવા શરૂ કરેલું અભિયાન

vartmanpravah

ધરમપુરના ધારાસભ્‍ય અરવિંદભાઈ પટેલ આંબાતલાટ ખાતે ‘ઉમિયા વાંચન કુટિર’નું ઉદઘાટન કરશે

vartmanpravah

Leave a Comment