December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કુકેરી ગામે રાત્રી દરમ્‍યાન લટાર મારતા બે દીપડાનો વીડિયો વાઈરલ થતાં સ્‍થાનિકોમાં ગભરાટ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.30: ચીખલી તાલુકાના વિવિધ વિસ્‍તારોમાં જાહેરમાં દીપડાની અવર જવર સામાન્‍ય થઈ જવા પામી છે. હાલે કુકેરી ગામના ચક્કરિયા વિસ્‍તારમાં આવેલ પીએચસી સામે ઝાડી ઝાંખરામાંથી દીપડો નીકળી રસ્‍તો ઓળંગી સામેના ખેતરમાં જતો કેમેરામાં કેદ થવા સાથે રાત્રીના સમયનો દીપડાનો વિડીયો વાયરલ થતા સ્‍થાનિકોમાં ગભરાટ ફેલાવા પામ્‍યો છે. જોકે એક સાથે બે જેટલા દીપડાનો વિડીયો વાયરલ થતા સ્‍થાનિકોમાં ગભરાટનો માહોલ સર્જાવા પામ્‍યો છે.
દીપડો લટાર મારતો હોવાનો વિડીયો વાઈરલ થતા ખાસ કરીને રાત્રીના સમયે ખેતરોમાં સિંચાઈનું પાણી છોડવા જતા ખેડૂતો, ખેતમજૂરોની ચિંતા વધવા પામી છે. ત્‍યારે વન વિભાગ આ વીડિયો અંગે જરૂરી તપાસ બાદકુકેરીના આ વિસ્‍તારમાં પાંજરૂ ગોઠવે તેવી માંગ ઉઠવા પામી છે.

Related posts

વાપી ડુંગરામાં ઘરમાં ઘૂસી બે લૂંટારુઓએ ચપ્‍પુથી હુમલો કરી મહિલાને રૂમમાં પુરી ઘરેણાની લૂંટ કરી

vartmanpravah

વલસાડ જિલ્લા પોલીસે એક માસમાં ગુમ/અપહરણ થયેલા 49 બાળકો/વ્‍યક્‍તિઓને શોધી કાઢયા

vartmanpravah

સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશને ચેરિટી કમિશનરના પરિપત્રની સ્‍વીકારેલી ગંભીરતા

vartmanpravah

દીવ વણાંકબારા શિવ સાગર સપ્‍લાયર્સ એસોસિયેશન દ્વારા રાધે ક્રિષ્‍ના બોટ માલિકને રૂા. 2,25,936ની આર્થિક સહાય કરાઈ

vartmanpravah

સેલવાસ ન.પા. દ્વારા ‘સ્‍વચ્‍છ સર્વેક્ષણ’ અંતર્ગત સ્‍વચ્‍છતા અભિયાનનો કરાયેલો પ્રારંભ

vartmanpravah

નુમા ઈન્‍ડિયા એકેડેમી-દમણના 5 યોગ ખેલાડીઓની ‘રાષ્‍ટ્રીય યોગા ઓલમ્‍પિયાડ’ માટે થયેલી પસંદગી

vartmanpravah

Leave a Comment