(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.30: ચીખલી તાલુકાના વિવિધ વિસ્તારોમાં જાહેરમાં દીપડાની અવર જવર સામાન્ય થઈ જવા પામી છે. હાલે કુકેરી ગામના ચક્કરિયા વિસ્તારમાં આવેલ પીએચસી સામે ઝાડી ઝાંખરામાંથી દીપડો નીકળી રસ્તો ઓળંગી સામેના ખેતરમાં જતો કેમેરામાં કેદ થવા સાથે રાત્રીના સમયનો દીપડાનો વિડીયો વાયરલ થતા સ્થાનિકોમાં ગભરાટ ફેલાવા પામ્યો છે. જોકે એક સાથે બે જેટલા દીપડાનો વિડીયો વાયરલ થતા સ્થાનિકોમાં ગભરાટનો માહોલ સર્જાવા પામ્યો છે.
દીપડો લટાર મારતો હોવાનો વિડીયો વાઈરલ થતા ખાસ કરીને રાત્રીના સમયે ખેતરોમાં સિંચાઈનું પાણી છોડવા જતા ખેડૂતો, ખેતમજૂરોની ચિંતા વધવા પામી છે. ત્યારે વન વિભાગ આ વીડિયો અંગે જરૂરી તપાસ બાદકુકેરીના આ વિસ્તારમાં પાંજરૂ ગોઠવે તેવી માંગ ઉઠવા પામી છે.
