September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કર્ણાટકમાં કોંગ્રેસના ભવ્‍ય વિજયનો જશ્ન વાપી-વલસાડમાં પણ મનાવાયો

વલસાડ કોંગ્રેસ કાર્યાલય સામે કાર્યકરોએ ફટાકડા ફોડી વિજયની વધામણી કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: દેશભરમાં કર્ણાટક વિધાન સભાની ચૂંટણીમાં રાજકરણનું સમરાગણ મચી ગયું હતું. કોંગ્રેસ-ભાજપ વચ્‍ચે કાંટાની ટક્કર હતી. શનિવારે ચૂંટણીનું પરિણામ જાહેર થયું હતું. કોંગ્રેસ-ભાજપ હાર-જીતના દાવાઓનો અંત આવ્‍યો હતો. કોંગ્રેસએ 136 બેઠક જીતી ભવ્‍ય વિજય મેળવ્‍યો હતો. પ્રતિસ્‍પર્ધી ભાજપે માત્ર 65 બેઠકો જીતી હતી. કોંગ્રેસ વિજયની ઉજવણી દેશભરમાં થઈ હતી. વાપી-વલસાડમાં પણ કોંગ્રેસે વિજય જસન મનાવ્‍યો હતો.
શનિવારે બપોર સુધીમાં કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પરિણામ આવી ગયું હતું તેથી કાર્યકરો હોદ્દેદારો વલસાડ કોંગ્રેસ કાર્યાલય પહોંચી ગયા હતા. પ્રમુખ સહિતના હોદ્દેદારો, કાર્યકરોએ ફટાકડા ફોડી, મિઠાઈ વહેંચી વિજયની ઉજવણી કરી હતી. વાપીમાં પાલિકા વિરોધ પક્ષના નેતા ખંડુભાઈ પટેલની આગેવાની હેઠળ કાર્યકરોએ કોંગ્રેસના ભવ્‍ય વિજયની ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. ખંડુભાઈ પટેલે 2024 લોકસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસનો ભવ્‍ય વિજય થશે તેવી જાહેરાત પણ કરી હતી.

Related posts

સૌરાષ્‍ટ્ર લેઉવા પટેલ સમાજ દ્વારા આયોજીત નવરાત્રી મહોત્‍સવના છઠ્ઠા નોરતે ખેલૈયાઓ ઝુમી ઉઠયા

vartmanpravah

વાપી ખાતે જિલ્લા કક્ષાનો યુવા ઉત્સવ યોજાયો, ૩૩ કૃતિમાં ૫૩૫ કલાકારોએ ભાગ લીધો

vartmanpravah

ભીલાડ લઘુ ઉદ્યોગ સાથે ચાલતા રસ્‍તા વિવાદની ફરી મામલતદાર કચેરીને કરેલી રાવ

vartmanpravah

177 વાંસદા વિધાનસભા બેઠક પર આપ પાર્ટીના ઉમેદવાર પંકજ પટેલ દ્વારા ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી પત્રક રજૂ કર્યું 

vartmanpravah

વાપી બગવાડા ટોલનાકા પાસેથી રૂા.16.92 લાખનો દારૂનો જથ્‍થો ભરેલ ટ્રક ઝડપાઈ

vartmanpravah

વાપી ઘાટકોપર સ્‍વીટ પાસે સ્‍કોર્પિયો કાર ઉપર લોખંડના સળિયા વડે હુમલો કરવાના કેસમાં 6 આરોપીની પોલીસે કરેલી ધરપકડ

vartmanpravah

Leave a Comment