December 1, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતતંત્રી લેખદમણદીવદેશસેલવાસ

આજે દીવ 23 નેશનલ લો યુનિવર્સિટીના સંઘની જનરલ બોડી મીટિંગની યજમાનગીરી કરશે

દેશની 23 નેશનલ લો યુનિવર્સિટીના કુલપતિઓની ઉપસ્‍થિત રહેવાની સંભાવનાઃ આજે જનરલ બોડી મીટિંગમાં અધ્‍યક્ષ-ઉપાધ્‍યક્ષસહિત નવા પદાધિકારીઓની થનારી પસંદગી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.30: આવતી કાલે 23 નેશનલ લો યુનિવર્સિટીના સહાયક સંઘ(કન્‍સોર્ટિયમ)ની જનરલ બોડી મીટિંગનું યજમાન પદ દીવ સંભાળશે.
આવતી કાલે દીવ ખાતે મળી રહેલી દેશની કુલ 23 નેશનલ યુનિવર્સિટીના સંઘની બેઠકમાં અધ્‍યક્ષ, ઉપાધ્‍યક્ષ સહિત નવા પદાધિકારીઓ તથા 2024 માટે કોમન લો એડમિશન ટેસ્‍ટ(સીએલએટી)ના સંયોજકની પસંદગી પણ કરવામાં આવશે.
આ બેઠકમાં સંઘની તમામ સભ્‍ય સંસ્‍થાઓમાં ગુણવત્તાપૂર્ણ કાનૂની શિક્ષણને ઉત્તેજન આપવા માટે પોતાના મુખ્‍ય ઉદ્દેશના અનુરૂપમાં પણ ચર્ચા થઈ શકશે. કાનૂની વિદ્યાશાખામાં ક્ષમતા નિર્માણ કાર્યક્રમ, જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે શિષ્‍યવૃત્તિ કાર્યક્રમ, આંતરરાષ્‍ટ્રીય સંમેલન અને કાયદાના વિદ્યાર્થીઓ માટે કૌશલ વિકાસ ગતિવિધિઓ પણ સામેલ થઈ શકે છે.
આ બેઠકમાં 23 નેશનલ લો યુનિવર્સિટીના કુલપતિઓના ભાગ લેવાની અપેક્ષા છે.
અત્રે યાદ રહે કે, નેશનલ લો યુનિવર્સિટીના સંઘની સ્‍થાપના 2017માં દેશમાં કાનૂની શિક્ષણના માપદંડોમાં સુધારો કરવા અને કાનૂની શિક્ષણના માધ્‍યમથી ન્‍યાય પ્રણાલીની સેવા કરવા માટે કરવામાં આવી હતી. જેમાં 23 નેશનલ લો યુનિવર્સિટીઓ સભ્‍યના રૂપમાં કન્‍સોર્ટિયમ(સંઘ)માં સામેલ થઈ છે. આ બાબતેવધુ જાણકારી માટે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ગાંધીનગરના શ્રી અશોક શાહનો ફોન નંબર-9909960240 અથવા ઈમેઈલઃ ashah@gnlu.ac.in, ashohshah.iima@gmail.com ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

Related posts

દમણમાં ડુપ્‍લીકેટ નંબર પ્‍લેટ સાથેની એક રેનોલ્‍ટ ડસ્‍ટર કાર જપ્ત : આરોપીની ધરપકડ

vartmanpravah

આજે દાનહ ભાજપ મહિલા મોર્ચા દ્વારા મેડિકલ કેમ્‍પ યોજાશે

vartmanpravah

સેલવાસ-નરોલી રોડ પર કન્‍ટેનરે બાઈકને ટક્કર મારતા ચાલકનું ઘટના સ્‍થળ પર જ મોત

vartmanpravah

વાપી-દમણ-સેલવાસના 40 નવા સભ્‍યો સાથે બિઝનેસ નેટવર્ક ઈન્‍ટરનેશનલ (BNI) દ્વારા નવા ચેપ્‍ટર ‘‘શ્રેષ્‍ઠ”નું કરાયેલું લોન્‍ચીંગ

vartmanpravah

લ્‍યો કરો વાત..! દાનહ-દમણ-દીવના આઈ.ટી. વિભાગ દ્વારા એન્‍ડ્રોઈડ એપ લોન્‍ચ કરાયા બાદ બે વર્ષથી અપડેટ કરાઈ નથી..!

vartmanpravah

પારડીમાં હર્ષો ઉલ્લાસ અને વાંજતે ગાજતે થયું ગણેશ વિસર્જન: 11 દિવસ સાથે રહેલા ગણેશજીને વિદાય આપતા હર્ષના આંસુ છલકાયા

vartmanpravah

Leave a Comment