સતત 401 દિવસ સુધી રોજ 120 જેટલા સૂર્ય નમસ્કારકરવા બદલ પારડીના તૃપ્તિબેન પરમારનું પારનેરાના ડુંગર ખાતે સન્માન
નેધરલેન્ડ સાયકલિંગ ઓર્ગેનાઈઝેશનના ભારતના સીઈઓ ડૉ.ભૈરવી જોશીના હસ્તે મોમેન્ટો આપી સન્માન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.26: પારડીના નારી શક્તિ એવા તૃપ્તિબેન કલ્પેશભાઈ પરમારે સતત 401 દિવસ સુધી રોજ 120 જેટલા સૂર્ય નમસ્કાર કરી શારીરિક અને માનસિક તકલીફોને કાબુમાં લેવા બદલ તેમના નજીકના મિત્રોએ વલસાડના ઐતિહાસિક એવા પારનેરા ડુંગરની ટોચ પર પહોંચી વલસાડના સાયકલિંગ મેયર અને નેધરલેન્ડ સ્થિત સાયકલિંગ ઓર્ગેનાઈઝેશનના ભારતના સીઈઓ ડોક્ટર ભૈરવી જોશીના હસ્તે મોમેન્ટો આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. ડોક્ટર ભૈરવીએ તૃપ્તિબેનને સમગ્ર સમાજ અને નારી જગત માટે પ્રેરણારૂપ ગણાવ્યા હતા.
આ પ્રસંગે પારડી હોસ્પિટલના ડોક્ટર એમ. એમ. કુરેશી, વલસાડ ગ્રુપના ફાઉન્ડર ડોક્ટર કિરણ વસાવડા, વીઆરજીના પ્રિતેશ પટેલ, નિતેશ પટેલ, યતીન પટેલ સ્મોલ સ્કેલ ઈન્ડસ્ટ્રીઝના ચેતન ચાપાનેરી તેમજ વલસાડ અને પારડીના તબીબો હાજર રહ્યા હતા.
આ અભિવાદનનો પ્રતિભાવ આપતા તૃપ્તિબેને જણાવ્યું હતું કે, હું યોગ, ધ્યાન અને પ્રાણાયામને કારણે મારી ઘણી બધી શારીરિક તકલીફોને કાબુમાં લઈ શકી છું અને માનસિક રીતે વધુ મજબૂત બની છું હુંકામકાજ પણ ધ્યાનપૂર્વક કરી શラકું છું અને મારો માનસિક તણાવ પણ ઘટયો છે. આ માટે મને સતત પ્રોત્સાહન આપવા બદલ ડોક્ટર કુરેષાબેનનો હું આભાર માનું છું અને સૌ હાજર મહેમાનોનો પણ અભિવાદન માટે આભાર માનું છું.