November 17, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસના માનસિક રીતે અસ્‍થિર યુવાનની લાશ નાળામાંથી મળી આવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.02: મળેલ માહિતી મુજબ સેલવાસના યાત્રી નિવાસ નજીકથી પસાર થતા નાળામાંથી એક યુવાનની લાશ પડેલ હોવાની જાણકારી સેલવાસ પોલીસને મળતા પોલીસની ટીમ ઘટના સ્‍થળે પહોંચી હતી અને લાશને નાળામાંથી બહાર કાઢયા બાદ તપાસ કરતા ત્રણ દિવસ પહેલા બાલાજી ટાઉનશીપમાંથી ગુમ થયેલ યુવાનની હોવાનું જાણવા મળ્‍યું હતું.
પ્રાપ્ત વિગત અનુસાર યાત્રિનિવાસ પાસેથી પસાર થતા નાળામાંથી એક વ્‍યક્‍તિની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. આ ઘટનાની જાણ પોલીસ વિભાગને થતાં ફાયર વિભાગની ટીમ સાથે ઘટના સ્‍થળે પહોંચી ગયા હતા અને યુવકની લાશને નાળામાંથી બહાર કાઢવામાં આવી હતી. પોલીસે લાશનો કબ્‍જો લઈ પોસ્‍ટમોર્ટમ(પી.એમ.) માટે સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં મોકલી આપી આવી હતી. અજાણ્‍યા વ્‍યક્‍તિની ઓળખ માટે પોલીસે તજવીજ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મૃત વ્‍યક્‍તિની ઓળખ ત્રણ દિવસ પહેલા પોતાના ઘરેથી કોઈને કંઈપણ કહ્યા વિના નીકળીગયેલ હોવાનું નામે દુર્ગા પ્રસાદ જે સેલવાસ ખાતે આવેલ બાલાજી ટાઉનશિપમાં રહેતો હતો અને માનસિક રીતે અસ્‍થિર હતો. જે અંગેની જાણવા જોગ ફરિયાદ સેલવાસ પોલીસ મથકે નોંધાઈ હતી.
પી.એમ. રિપોર્ટ અનુસાર અસ્‍થિર મગજના યુવકનું મોત પાણીમાં ડૂબવાના કારણે થયું હોવાની માહિતી મળી રહી છે. આ ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહી છે.

Related posts

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપના નવનિયુક્‍ત પ્રભારી અને સહ પ્રભારીએ સેલવાસ ન.પા. પાલિકા પ્રમુખ અને કાઉન્‍સિલરો માટે યોજેલી કાર્યશાળા

vartmanpravah

નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગ્રામ્‍ય કક્ષાનો પ્રવાસ કરી લોકોના પ્રશ્નો જાણવાનો પ્રયાસો હાથ ધરાયો

vartmanpravah

દાનહમાં આરસેટી દ્વારા તાલીમમાં સફળ થનાર સીમા ભુસારાનું કલેક્ટર ભાનુ પ્રભાના હસ્તે કરાયેલું સન્માન

vartmanpravah

વાપી રાજ રેસીડેન્‍સીમાં ચૈત્રી આઠમનો યજ્ઞ કરાયો

vartmanpravah

જે પિતૃનું શ્રાદ્ધ કરવામાં નથી આવતું તે અતૃપ્ત અવસ્‍થામાં પાછા જાય છે અને મનોમન ઉદાસ બની જાય છે તેનું વિપરીત પરિણામ કુટુંબને ભોગવવું પડતું હોય છે

vartmanpravah

વિશ્વ પ્રવાસી સામજિક અને સાંસ્‍કળતિક સંઘ (આંતરરાષ્‍ટ્રીય સંસ્‍થા) દ્વારા વાપી ખાતે ભવ્‍ય શોભાયાત્રા નિકળી

vartmanpravah

Leave a Comment