December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ હાઈવે ડુંગરી બામ ખાડીમાં સુરતના પરિવારની કાર ખાબકી : રાત્રે બનેલી ઘટનાથી દોડધામ

પરિવાર મહાલક્ષ્મી દર્શન કરી સુરત ઘરે જઈ રહ્યો હતો ત્‍યારે અકસ્‍માત નડયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: વલસાડ નેશનલ હાઈવે ડુંગરી નજીક બામ ખાડીના વળાંકમાં સ્‍ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા અલ્‍ટીકા કાર 20 ફૂટ નીચે ખાડીમાં ખાબકી હતી. મહાલક્ષ્મી દર્શન કરીને સુરતનો પરિવાર કારમાં ઘરે જઈ રહ્યો હતો ત્‍યારે સર્જાયેલો ગંભીર અકસ્‍માત. રવિવારે રાત્રે બનેલી અકસ્‍માતની ઘટનાથી દોડધામ મચી જવા પામી હતી.
સુરતનો પરિવારરવિવારે ઘરેથી મહાલક્ષ્મી દહાણુએ દર્શન કરવા માટે પોતાની કાર નં.જીજે 5 આર.એસ. 7082 લઈને નિકળ્‍યો હતો. રાત્રે પરત સુરત જઈ રહેલ પરિવારની કાર વલસાડ ને.હા. ડુંગરી નજીક બામ ખાડીના વળાંકમાં ચાલકે સ્‍ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ખાડીમાં 20 ફૂટ નીચે ખાબકી હતી. અકસ્‍માત જોતા કોઈપણ વિશ્વાસ ન કરી શકે પરિવારનો બચાવ થયો હશે અને એક 12 વર્ષિય બાળક માત્ર ઘાયલ થયો હતો. બાકીના બધા હેમખેમ હતા. ભાઈ-બહેન અને પતિ-પત્‍ની કારમાં સવાર હતા. અકસ્‍માતની જાણ થતા સ્‍થાનિક લોકો દોડી આવ્‍યા હતા. કારમાંથી લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી પરંતુ કારના દરવાજા લોક હતા તેથી કાચ ફોડીને સાવચેતી રીતે પરિવારને બહાર કઢાયો હતો. દિલધડક અકસ્‍માતમાં સદ્દનસીબે આખા પરિવારનો ચમત્‍કારિક બચાવ થયો હતો.

Related posts

ચીખલી એપીએમસીમાં લાભ પાંચમથી ચીકુની હરાજીનો પ્રારંભ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કેન્‍દ્રીય પ્રવાસન અને સંસ્‍કૃતિ મંત્રી જી. કિશન રેડ્ડી સાથે કરેલી મુલાકાત

vartmanpravah

વાપી વિપ્ર કલ્‍યાણ ચેરિટેબલ ટ્રસ્‍ટની દીપાવલી બેઠક યોજાઈ

vartmanpravah

વાપીમાં ટેમ્‍પોથી પત્રકારને ટક્કર મારી ભાગેલ ટેમ્‍પો ચાલક ઝડપાયો

vartmanpravah

ઉત્તર ભારતીય સેવા સંઘ, દમણ દ્વારા આજે નાની દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમ ખાતે ભવ્‍ય કવિ સંમેલન યોજાશે

vartmanpravah

વાપી કબ્રસ્‍તાન રોડ ઉપર રખડતા કૂતરાઓનો ભયાનક ત્રાસઃ રાત્રિના સમયે ટુ વ્‍હીલર ઉપર આવતા રાહદારીઓ માટે ત્રાસજનક

vartmanpravah

Leave a Comment