Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશ

દમણ જિ.પં.ના જાહેર બાંધકામ સમિતિના ચેરપર્સન રીનાબેન પટેલે મોદી સરકારના બજેટને મહિલાઓ માટે આશીર્વાદરૂપ ગણાવ્‍યું

સંઘપ્રદેશમાં યશસ્‍વી પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના કુશળ નેતૃત્‍વ અને સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને પહેલથી મહિલા સશક્‍તિકરણની દિશામાં લેવાયેલા અનેક મહત્ત્વપૂર્ણ નિર્ણયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.02 : મોદી સરકારના નાણાંમંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ દ્વારા બુધવારે સંસદમાં રજૂ કરાયેલ બજેટનું દમણ જિલ્લા પંચાયતના જાહેર બાંધકામ સમિતિના ચેરપર્સન શ્રીમતી રીનાબેન પટેલે મહિલાઓ માટે આશીર્વાદરૂપ ગણાવ્‍યું હતું. સંઘપ્રદેશની આગેવાન ભાજપ મહિલા નેતા શ્રીમતી રીનાબેન પટેલે આ બજેટમાં મહિલા સમ્‍માન બચત યોજનાની ઘોષણા કરી મોદી સરકારે મહિલાઓ અને કન્‍યાઓને સૌથી મોટી ભેટ આપી હોવાનું જણાવ્‍યું છે. તેમણે જણાવ્‍યું હતું કે, આ યોજનાના માધ્‍યમથી મહિલાઓ બે વર્ષ માટે બે લાખ રૂપિયાની બચત કરી શકશે અને તેમને આ રકમ ઉપર 7.50 ટકાના દરે વ્‍યાજ પણ મળશે. જેમાં આંશિક ઉપાડની સુવિધા પણ આપવામાં આવેલ છે.
દમણ જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરપર્સન શ્રીમતી રીનાબેન પટેલે દીન દયાળ અંત્‍યોદય યોજના રાષ્‍ટ્રીય રોજગાર મિશન અંતર્ગતમહિલાઓના 81 લાખ સ્‍વ સહાયતા સમૂહથી જોડવાની કરેલી જાહેરાત મહિલા સશક્‍તિકરણની દિશામાં ખુબ મોટું પગલું હોવાનું જણાવ્‍યું છે. તેમણે જણાવ્‍યું હતું કે, મોદી સરકારે 2014થી મહિલા સશક્‍તિકરણ ઉપર જોર આપી મહિલા આત્‍મનિર્ભર અભિયાન કાર્યાન્‍વિત છે. સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પણ યશસ્‍વી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના કુશળ નેતૃત્‍વમાં અને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને પહેલથી મહિલા સશક્‍તિકરણની દિશામાં દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં અનેક મહત્‍વપૂર્ણ પગલાંઓ ભરવામાં આવ્‍યા છે. જેમાં સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓમાં 50 ટકા મહિલાઓની ભાગીદારી સુનિヘતિ કરી મહિલા નેતૃત્‍વને ઉભરવાની તક મળી છે.
દમણ જિ.પં.ના બાંધકામ સમિતિની ચેરપર્સન અને આગેવાન મહિલા નેતા શ્રીમતી રીનાબેન પટેલે 2023નું બજેટ અમૃત કાળનું મજબૂત આધારશીલા રાખનારૂં હોવાની સાથે દેશના કરોડો ગરીબ, મધ્‍યમવર્ગ, વંચિત, પીડિત, શોષિત તથા મહિલાઓની લાગણીનું પ્રતિનિધિત્‍વ કરનારૂં હોવાનું જણાવ્‍યું હતું.

Related posts

અતુલ હાઈવે બ્રીજ નીચે ખાનગી સ્‍કૂલ વાનમાં આગ ભભૂકી ઉઠી : બે બાળકો અને ચાલકનો બચાવ થયો

vartmanpravah

વાપીમાં મોદીના રોડ શો દરમિયાન બે પ્રેરક રોચક ઘટના ઘટી હતી

vartmanpravah

સીજીએસટી વિભાગ દ્વારા આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત આયોજીત રખોલી ખાતે 103 લાભાર્થીઓને પ્રધાનમંત્રીની વિવિધ લોન યોજના હેઠળરૂા.32 કરોડના ચેકોનું કરાયેલું વિતરણ

vartmanpravah

ચીખલી તાલુકામાં ચોરટાઓ બેફામ બન્‍યા: હોન્‍ડ ગામે પરિવારના સભ્‍યો ઘરમાં સૂતા રહ્યા અને તસ્‍કરો સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત રૂા.1.14 લાખની મત્તા ચોરી ફરાર

vartmanpravah

ઘેજ બીડના અગ્રણી ખેડૂત ચેતનભાઈ પટેલ શેરડીના પાકમાં ડ્રિપ ઇરીગેશન દ્વારા સૌથી વધુ શેરડીના ઉત્‍પાદન માટે રાજ્‍ય સરકારના મંત્રીના હસ્‍તે એવોર્ડ એનાયત કરી બહુમાન કરવામાં આવ્‍યું

vartmanpravah

ગુજરાત બોર્ડનું ધોરણ 12 સામાન્‍ય પ્રવાહનું દાનહનું 78.48 ટકા આવેલું પરિણામ

vartmanpravah

Leave a Comment