April 30, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ ન.પા.ના ડિમોલીશન અભિયાનમાં વ્‍યવહારિક અને સંવેદનશીલ અભિગમ રાખવા નિષ્‍ફળ ગયેલા સી.ઓ. સુનભ સિંઘની આખરે છૂટ્ટી

  • નવા સી.ઓ. બનતા સંગ્રામ શિંદે

  • પ્રદેશ ભાજપે કરેલી રજૂઆતનું પરિણામ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.02 : સેલવાસ નગરપાલિકા વિસ્‍તારમાં ડિમોલીશન અભિયાન દરમિયાન વ્‍યવહારિક અને સંવેદનશીલ અભિગમ અપનાવવા નિષ્‍ફળ ગયેલા ચીફ ઓફિસર શ્રી ડો. સુનભ સિંઘની છૂટ્ટી કરવામાં આવી છે અને તેમની જગ્‍યાએ 2020 બેચના નવયુવાન દાનિક્‍સઅધિકારી શ્રી સંગ્રામ સતિષ શિંદેની નિયુક્‍તિ કરવામાં આવી હોવાનો આદેશ આજે બહાર પડાયો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે તાજેતરમાં પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલના નેતૃત્‍વમાં એક પ્રતિનિધિ મંડળે જિલ્લા કલેક્‍ટરને મળી ચીફ ઓફિસર દ્વારા લેવામાં આવી રહેલા મનસ્‍વી નિર્ણયો સામે રજૂઆત કરી હતી. સેલવાસ ન.પા. વિસ્‍તારના દુકાનદારોએ પણ બંધ પાળી વિરોધ નોંધાવ્‍યો હતો. જેની ફરિયાદ ઉચ્‍ચ સ્‍તરે પ્રશાસનિક સ્‍તર સુધી પણ પહોંચી હતી. જેના ફળસ્‍વરૂપ આજે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે વ્‍યાપક હિતમાં નિર્ણય લઈ સેલવાસ ન.પા.ના ચીફ ઓફિસર ડો. સુનભ સિંઘને હટાવી તેમના સ્‍થાને શ્રી સંગ્રામ સતિષ શિંદેની નિયુક્‍તિનો આદેશ કર્યો હતો.
સેલવાસ ન.પા.ના ચીફ ઓફિસર ડો. સુનભ સિંઘને દાનહ અને દમણ-દીવના સામાન્‍ય વહીવટ અને પ્રોટોકોલ વિભાગના નિર્દેશક સહ ઉપ સચિવ તરીકેની જવાબદારી સુપ્રત કરવામાં આવી છે. તદ્‌ઉપરાંત તેમને દાનહ અને દમણ-દીવના જાહેર ફરિયાદ વિભાગના નિર્દેશક સહ ઉપ સચિવની વધારાની જવાબદારી પણ સુપ્રત કરાઈ છે.

દીવના ડેપ્‍યુટી કલેક્‍ટર તરીકે શિવમ મિશ્રાની નિયુક્‍તિઃ દમણના ડેપ્‍યુટી કલેક્‍ટર (સામાન્‍ય) બનતા પ્રિયાંશુ સિંહ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.02: આજેસંઘપ્રદેશ પ્રશાસનમાં કેટલાક દાનિક્‍સ અને આઈ.એ.એસ. અધિકારીઓના પદભારમાં આંશિક ફેરફારનો આદેશ કરવામાં આવ્‍યો હતો. જેમાં દીવના ડેપ્‍યુટી કલેક્‍ટર ડો. વિવેક કુમારના સ્‍થાને શ્રી શિવમ મિશ્રાની નિયુક્‍તિ કરવામાં આવી છે. તેમને દીવના એસ.ડી.એમ. સહ ડેપ્‍યુટી કલેક્‍ટર ઉપરાંત વિવિધ વિભાગોના અતિરિક્‍ત નિર્દેશક, ઉપ નિર્દેશક તથા ઉપ આયુક્‍તના વધારાના અખત્‍યાર પણ સોંપવામાં આવ્‍યા છે.
2020 બેચના દાનિક્‍સ અધિકારી શ્રી પ્રિયાંશુ સિંહને દમણના ડેપ્‍યુટી કલેક્‍ટર (સામાન્‍ય) ઉપરાંત દાનહ અને દમણ-દીવ લેબર અને એમ્‍પ્‍લોયમેન્‍ટ વિભાગના નિર્દેશક સહ ઉપ સચિવ તથા દાનહ અને દમણ-દીવ જાહેર બાંધકામ વિભાગના ઉપ સચિવની પણ વધારાની જવાબદારી સુપ્રત કરાઈ છે.
આઈ.એ.એસ. અધિકારી શ્રી પ્રિયાંક કિશોરને દાનહ-ખાનવેલના આરડીસી ઉપરાંત કરાડની ઈન્‍સ્‍ટ્‍ટયૂટ ઓફ હોટલ મેનેજમેન્‍ટના પ્રિન્‍સિપાલ તરીકેની વધારાની પણ જવાબદારી સુપ્રત કરવામાં આવી છે.

Related posts

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસ નિમિત્તે મગરવાડાના સરપંચ લખીબેન પટેલે ભરવાડ ફળિયા અને થાણાપારડી શાળામાં કરાવેલું તિથિ ભોજન

vartmanpravah

આજે લોકસભાની દમણ-દીવ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર કેતનભાઈ પટેલ પોતાનું ઉમેદવારી પત્રક ભરશે

vartmanpravah

ધરમપુરના વિલ્‍સન હિલ ખાતે પ્રકૃતિ શિક્ષણ શિબિરમાં 70 વિદ્યાર્થીઓએ લીધેલો ભાગ

vartmanpravah

વલસાડમાં નિઃશુલ્‍ક લિંબ-કેલીપર્સ અને ફ્રી કાર્ડીયાર્ક કેમ્‍પ

vartmanpravah

વાપી-કરવડ નહેરમાં મળી આવેલ માથા વગરની કિશોરની લાશનો પોલીસને સુરાગ મળ્‍યો

vartmanpravah

પારડી શહેર કોંગ્રેસ દ્વારા પારડી નગર પાલિકાના વહીવટદાર અને મામલતદારને આપવામાં આવેલું આવેદનપત્ર

vartmanpravah

Leave a Comment