Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવ બુચરવાડા પંચાયત ખાતે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’નું કરાયેલું શાનદાર સ્‍વાગત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.21: દીવ જિલ્લામાં આજે વિકસિત ભારત સંકલ્‍પ યાત્રાનો પ્રારંભ સંઘપ્રદેશ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના હસ્‍તે લીલી ઝંડી ફરકાવી કરવામાં આવ્‍યો હતો. વણાંકબારા, સાઉદવાડી થી આજે બુચરવાડા પંચાયત ખાતે પહોંચી હતી. ત્‍યાં શાનદાર રીતે સ્‍વાગત કરવામાં આવ્‍યુ હતું.
કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવના બુચરવાડા ખાતે આજે વિકસિત ભારત સંકલ્‍પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્‍યો હતો. જે અંતર્ગત આજે ભવ્‍ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. સવારે 11:30 કલાકે એડીએમના નેતળત્‍વમાં આગમન થયું હતું. વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રજ્‍વલિત કરીને કરવામાં આવી હતી, ત્‍યારબાદ ઉપસ્‍થિત વિવિધ એસોસિયેશન, વિવિધ સંસ્‍થા, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, રાજનેતાઓ વગેરે આ કાર્યક્રમ દરમિયાન આયુષ્‍માન ભારત યોજના, કિશાન કાર્ડ, ઓલ્‍ડ પેન્‍શન અને વિવિધ સરકારી યોજનાઓના લાભો વિશે માહિતી આપી, તેઓએ પહેલાં જરૂરીયાતમંદ તથા મધ્‍યમ વર્ગના લોકોને થતી મુશ્‍કેલીઓ તથા યોજનાનો લાભ લઈને મળેલ સહુલીયતો વિશે લોકોને જણાવ્‍યુંહતું.
એડીએમ વિવેક કુમાર, ડેપ્‍યુટી કલેક્‍ટર શિવમ મિશ્રા, મામલતદાર ધર્મેશ દમણિયા, પ્રશાસનીય અધિકારીઓ, જિલ્લા પંચાયત પ્રમુખ રામજી ભીખા બામણીયા, ઉપ પ્રમુખ લક્ષ્મીબેન મોહન, નગરપાલિકા ઉપ પ્રમુખ હરેશ પાચા કાપડિયા, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, રાજનેતાઓ, આગેવાનો તથા બહોળી સંખ્‍યામાં જનતા ઉપસ્‍થિત રહ્યા હતા.
વિકસિત ભારત સંકલ્‍પ યાત્રાના રથ ગ્રામ પંચાયત વિસ્‍તાર તથા નગરપાલિકા વિસ્‍તારોમાં ફરી સરકારી યોજનાઓ વિશે ઘર ઘર સુધી અને જન જન સુધી માહિતી આપશે અને લોકોને તેનો ભરપૂર લાભ મળશે તેવો પ્રયાસ વિકસિત ભારત સંકલ્‍પ યાત્રાના માધ્‍યમથી કરવામાં આવી રહ્યો છે.

Related posts

સંઘપ્રદેશની દરેક માધ્‍યમનીશાળાઓમાં મળનારા વિષય શિક્ષકોઃ પ્રશાસકશ્રીએ આપેલો ભરોસો

vartmanpravah

ચીખલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જનજાગરણ અભિયાન અંતર્ગત પદયાત્રા યોજાઈ

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર અન્‍ય વાહનના બચાવવા જતા માટી ભરેલ ટ્રક પલટી ખાઈ ગઈ

vartmanpravah

ધારાસભ્‍ય અનંત પટેલ પર થયેલા હુમલાની ઘટનાનેપારડી કોંગ્રેસે વખોડી

vartmanpravah

દાનહ સાંસદ કલાબેન ડેલકરે પ્રદેશના અતિ બિસ્‍માર રસ્‍તાઓનો લોકસભામા ઉઠાવેલો મુદ્દો

vartmanpravah

દમણમાં રાષ્‍ટ્રીય રમત દિવસની કરાયેલી ઉજવણી: લગોરી, લીંબુ ચમચી દોડ અને કોથળા દોડ સહિત વિવિધ રમતોનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment