November 17, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં એક દિવસીય નવા રજીસ્‍ટ્રેશન અને લાયસન્‍સ રીન્‍યુઅલનો મેગા કેમ્‍પ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર સલવાવ, સંચાલિત શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવ ખાતે તારીખ 03-02-2023 શુક્રવારના રોજ કેમ્‍પસ એકેડેમિક ડીરેક્‍ટર ડો.શૈલેશ વી. લુહાર, કોલેજના આચાર્યશ્રી ડૉ.સચિન બી. નારખેડે અને કો-ઓર્ડીનેટર પ્રોફેસર ડૉ.કાંતિલાલ બી. નારખેડેના નેતૃત્‍વ હેઠળ એક દિવસીય નવા રજીસ્‍ટ્રેશન અને લાયસન્‍સ રીન્‍યુઅલનો મેગા કેમ્‍પ યોજાયો હતો.
આ કાર્યક્રમ ગુજરાત સ્‍ટેટ ફાર્મસી કાઉન્‍સીલ દ્વારા કરવામાં આવ્‍યો હતો. જેમાં ગુજરાત સ્‍ટેટ ફાર્મસી કાઉન્‍સીલની આખી ટીમ, જેમાં એડિસનલ રજિસ્‍ટ્રાર શ્રી જી. સી. મેક્‍વાન, શ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ, શ્રી સાહિલ યાદવ, શ્રી આદિત્‍ય સોલંકી, મયુરભાઈ સોલંકી અને દર્શનભાઈ ઉપસ્‍થિત રહ્યા હતા.ગુજરાતમાં ફાર્મસી લાયસન્‍સ પ્રાપ્ત કરેલ દરેક ફાર્માસીસ્‍ટોએ લાયસન્‍સ રીન્‍યુઅલ માટે આ કોર્સ કરવો ગુજરાત સ્‍ટેટ ફાર્મસી કાઉન્‍સીલએ ફરજીયાત કરેલ છે. આ કાર્યક્રમમાં 50 જેટલા ફાર્માસીસ્‍ટોએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો. જેમાં 25 નવા રજીસ્‍ટ્રેશન, 15 રીન્‍યુઅલ ફોર્મ ભરાયા હતા અને તદુપરાંત 10 ડીગ્રી એડીસનલ અને ટ્રાન્‍સફર સ્‍ટેટ ડીગ્રીની કામગીરી પણ હાથ ધરાઈ હતી. આ કાર્યક્રમમાં નવા રજીસ્‍ટ્રેશન અને રીન્‍યુઅલના તમામ કાર્ય ગુજરાત સ્‍ટેટ ફાર્મસી કાઉન્‍સીલના રજિસ્‍ટ્રાર શ્રી જસુ ચૌધરી, એડિસનલ રજિસ્‍ટ્રાર શ્રી જી. સી. મેક્‍વાન અને તેમની ટીમ મેમ્‍બરના નેતૃત્‍વ હેઠળ યોજાઈ હતી. જેનો ફાર્માસીસ્‍ટોએ લાભ લીધો હતો.
આ કાર્યક્રમ બદલ શ્રી સ્‍વામિનારાયણ સંસ્‍થાના અધ્‍યસ્‍થાપક પરમ પૂજ્‍ય પૂરાણી સ્‍વામી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્‍ટી પરમ પૂજ્‍ય પુરાણી સ્‍વામી કપિલ જીવનદાસજી, પરમ પૂજ્‍ય રામસ્‍વામીજી, ટ્રસ્‍ટી શ્રી બાબુભાઈ સોડવડીયા, ટ્રસ્‍ટીગણ, કેમ્‍પસ એકેડેમિક ડીરેક્‍ટર ડો.શૈલેશ વી. લુહાર, કેમ્‍પસ ડીરેક્‍ટર શ્રી હિતેન ઉપાધ્‍યાય, આચાર્યશ્રી ડૉ.સચિન બી. નારખેડે અને તમામ સ્‍ટાફે સૌને અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

વલસાડ જિલ્લામાં પડેલા મુશળધાર વરસાદે ઠેર ઠેર સર્જી તારાજી

vartmanpravah

વાપી ગુંજનમાં રખડતા જાનવરોએ જાહેર રોડ ઉપર રેસ લગાવતા ભયનો માહોલ છવાયો

vartmanpravah

વલસાડ જિલ્લાનાં હોમ આઇસોલેટેડ દર્દીઓ માટે મેડિકલ હેલ્‍પલાઇનને સુંદર પ્રતિસાદ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયોઃ ખેડૂતોએ રોપણી શરૂ કરી

vartmanpravah

મોતીવાડા હાઈવે પાસે અજાણ્‍યા વાહન ચાલકે ટક્કર મારતા રોહીણાના મોટર સાયકલ સવારનું કરૂણ મોત

vartmanpravah

2023 સુધી સંઘપ્રદેશને ટીબીમુક્‍ત બનાવવા પ્રશાસનનો સંકલ્‍પ : ભાવિ પેઢીને સુરક્ષિત રાખવાની પહેલ

vartmanpravah

Leave a Comment