July 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકાના ગામોમાં પણ પરવાનગી વિના ચિકન-મટનની દુકાન, ઢાબાઓ ધમધમી રહ્યા છે!

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.06: ચીખલી તાલુકામાં ગામેગામ પરવાનગી વિના ચિકન-મટનની દુકાન, ઢાબાઓ ધમધમી રહ્યા છે. ત્‍યારે રાજ્‍યની વડી અદાલતની ફટકાર બાદ ફૂડ અને ડ્રગ વિભાગ દ્વારા લાલ આંખ કરવામાં આવે તે જરૂરી છે.
ચીખલીમાં નેશનલ હાઈવેની આજુબાજુમાં ઉપરાંત ગામેગામ ગેરકાયદેસર રીતે અનેક ચિકન અને મટનની દુકાનો ધમધમી રહી છે કેટલીક જગ્‍યાએ તો ધાર્મિક અને શૈક્ષણિક સંસ્‍થાની નજીક પણ આ પ્રકારની દુકાનો ધમધમતા ગંદકી પણ ફેલાઈ રહી છે. ચિકન-મટનની દુકાન ઢાબા ચલાવનારાઓ દ્વારા પિછડાઓ તથા અન્‍ય ખરાબ ભાગ ગમે ત્‍યાં ફેંકી દેવામાં આવે છે. જેને પગલે તીવ્ર દુર્ગંધ સાથે ગંદકી પણ ફેલાતી હોય છે.
તાલુકામાં ગણ્‍યા ગાંઠિયા લોકો દ્વારા ચિકન મટનની દુકાન-ઢાબા માટે પરવાનગી લેવામાં આવતી હોય છે. મોટે ભાગની ચિકન મટનની દુકાનો અને ઢાબાઓ પરવાનગી વિના જ ધમધમતા હોય છે. ખાસ કરીને સાંજ પડતા અને રજાના દિવસોમાં વાર તહેવારમાં તો કેટલાક ચિકન મટનની દુકાનો અને ઢાબાઓ પર ભીડ જામતી હોય છે. આ દુકાનો ઢાબાઓ સાફ સફાઈ સહિતની તકેદારી પણ ન રાખી નીતિ નિયમ વિરૂધ્‍ધ મનમાનીથી જચલાવતા હોય છે.
રાજ્‍યની વડી અદાલતની લપડાક બાદ પણ તાલુકામાં હજુ ખાસ કરીને ગ્રામ્‍ય વિસ્‍તારમાં પરવાનગી વિનાનો ચિકન મટનની દુકાનો અને ઢાબાઓ ધમધમી રહ્યા છે. તેમાં ફૂડ એન્‍ડ ડ્રગ વિભાગ દ્વારા પૂરતી કાર્યવાહી કરવામાં આવી હોય તેમ જણાતું નથી ત્‍યારે વડી અદાલતની ફટકાર બાદ ફૂડ એન્‍ડ ડ્રગ વિભાગ અને આરોગ્‍ય વિભાગ જાગે અને પરવાનગી વિના ચિકન મટનની દુકાન અને ઢાબાઓ ચલાવનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.
આ કાર્યવાહી અંગે જિલ્લાના ફૂડ એન્‍ડ ડ્રગ વિભાગના દિલીપભાઈ નાયકનો સંપર્ક કરતા તેમને ફોન રિસીવ ન કરતા હકીકત જાણી શકાય ન હતી.

Related posts

રોટરી ક્‍લબ ભરૂચ દ્વારા દમણના સ્‍વામી વિવેકાનંદ કોલેજ ગ્રાઉન્‍ડ ખાતે કોર્પોરેટ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનું કરાયેલું આયોજન

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય હિન્‍દુ પરિષદ અને બજરંગ દળ દક્ષિણ ગુજરાત પ્રાંત અંતર્ગત દમણ-દીવ ઈન્‍ડિયા હેલ્‍થ લાઈનના અધ્‍યક્ષ તરીકે ડો. રાજેશ વાડેકરની નિયુક્‍તિ

vartmanpravah

કડૈયા ગામના શ્રીજી યુવક મંડળ ખાતે પ્રસિદ્ધ કથાકાર દેવુ બાપુએ ગણપતિ બાપ્‍પાના આશીર્વાદ લઈ ભક્‍તોને મહાપૂજાનો આપેલો લાભ

vartmanpravah

સેલવાસના ડેપ્‍યુટી કલેક્‍ટર ચાર્મી પારેખે દિવ્‍યાંગ સ્‍કાઉટ ગાઈડ સાથે મનાવેલો શિક્ષક દિવસ

vartmanpravah

વલસાડ સિટી પેલેસ એપાર્ટમેન્‍ટના બંધ મકાનમાં કોઈકે ગણેશજીની છ ખંડિત પ્રતિમાઓ નાખી દીધી

vartmanpravah

સંઘપ્રદેશના પૂર્વ પ્રશાસક સત્‍ય ગોપાલને દમણની ડિસ્‍ટ્રીક્‍ટ અને સેશન કોર્ટ દ્વારા રૂા.5000નો દંડ

vartmanpravah

Leave a Comment