October 15, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

ખાનવેલ મીની કલેક્‍ટર કચેરી દ્વારા ગ્રામ પંચાયતોમાં ‘જન સમાધાન’ કાર્યક્રમ યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.07: દાદરા નગર હવેલીના ખાનવેલ ખાતેના મીની કલેક્‍ટરાલય કચેરીના દિશાનિર્દેશ મુજબ ‘જન સમાધાન’ કાર્યક્રમનું આયોજન મહેસૂલ વિભાગ ખાનવેલ સબ ડિવિઝનની દરેક ગ્રામ પંચાયતોમાં કરવામાં આવ્‍યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ આગામી 13 ફેબ્રુઆરી, 2023ના રોજ માંદોની પંચાયત, 14 ફેબ્રુઆરી સિંદોની પંચાયત, 16 ફેબ્રુઆરીના રોજ કૌંચા પંચાયત, 20 ફેબ્રુઆરીના રોજ દૂધની પંચાયત, 22 ફેબ્રુઆરીના રોજ રુદાના પંચાયત, 23 ફેબ્રુઆરીના રોજ ખાનવેલ પંચાયત, 24 ફેબ્રુઆરીના રોજ ખેરડી પંચાયત, 25 ફેબ્રુઆરીના રોજ આંબોલી પંચાયત, 27 ફેબ્રુઆરીના રોજ સુરંગી પંચાયત અને 28 ફેબ્રુઆરી, 2023ના રોજ દપાડા પંચાયત ખાતે ‘જન સમાધાન’ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં પ્રશાસસના વિવિધ વિભાગોની સેવાઓની અરજીઓ સ્‍વીકાર કરવામાં આવશે અને વિવાદિત કેસો ઉપર માર્ગદર્શન અને તેનું નિરાકરણ કરવામાં આવશે. ખાનવેલ સબ ડીવીઝનનો જનતાને અનુરોધ છે કે આ જન સમાધાન કાર્યક્રમનો તેઓ લાભ લે.

Related posts

વલસાડમાં શિક્ષકો જુની પેન્‍શન યોજનાના અમલીકરણ માટે રસ્‍તા ઉપર ઉતર્યા

vartmanpravah

વલસાડમાં મહિલાની મુહિમ મારા ગણેશ માટીના ગણેશને મળી રહેલો પ્રતિસાદ

vartmanpravah

કેન્‍દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપના સર્વાંગી અને સમતોલ વિકાસ માટે પ્રશાસકશ્રીની પ્રતિબધ્‍ધતા

vartmanpravah

વાપીમાં ગાંધી સર્કલ નજીકથી નેપાળી યુવકનો મૃતદેહ મળી આવ્‍યો : નેપાળ જવા નિકળ્‍યો હતો

vartmanpravah

‘આયુષ્‍યમાન ભવઃ’ અભિયાન અંતર્ગત દાનહના સુરંગી પંચાયતમાં ગ્રામસભા યોજાઈ

vartmanpravah

રોહિણાના આધેડે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્‍યું

vartmanpravah

Leave a Comment