October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં સી.એન.જી. પમ્‍પ હડતાળને લઈ હજારો રીક્ષા ચાલકો અટવાઈ પડયા

ગેસ વિતરણ ઉપર કમિશન વધારવાના મુદ્દે તમામ સી.એન.જી. પમ્‍પ સોમવારે બંધ રહ્યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.06: દક્ષિણ ગુજરાત સહિત વલસાડ જિલ્લામાં આજે સોમવારે તમામ સી.એન.જી. પમ્‍પ સંચાલકોએ હડતાળ પાડી પમ્‍પ બંધ રાખતા જિલ્લાભરમાં સી.એન.જી. માટે ભારે હાલાકી ઉદ્દભવી હતી.
વલસાડ જિલ્લાના સી.એન.જી. પમ્‍પ સંચાલકો રાજ્‍ય વ્‍યાપી સી.એન.જી. પમ્‍પ હડતાળમાં જોડાતા જિલ્લાભરના પમ્‍પ આજે સોમવારે બંધ રાખ્‍યા હતા. સી.એન.જી. પમ્‍પની હડતાળથી હજારો વાહન ચાલકો મુશ્‍કેલીમાં મુકાયા હતા. ખાસ કરીને જિલ્લાના રિક્ષા ચાલકોની હાલત વધુ કફોડી બની ગઈ હતી. કારણ રવિવારે ધંધો એવરેજ વધુ થતો હોવાથી ધંધાની વ્‍યસ્‍તતાને લઈ મોટાભાગના રિક્ષા ચાલકો સી.એન.જી.ની એડવાન્‍સ વ્‍યવસ્‍થા રાખવાનું ભૂલી ગયા હતા તેથી સોમવારે હડતાળ પડી જતા મોટાભાગની રિક્ષાઓના પૈંડા થંભી ગયા હતા. સી.એન.જી. પમ્‍પ સંચાલકો ગેસ વિતરણ ઉપર કમિશન વધારવાના મામલે હડતાળ પાડી તેમની માંગ બુલંદ બનાવી હતી. જોકે હડતાળ માત્ર એક દિવસીય જાહેર કરી હતી. તેથી મંગળવારથી સ્‍તિતિ યથાવત બની જશે.

Related posts

લાઈટિંગ

vartmanpravah

કેબીએસ કોમસ એન્‍ડ નટરાજ સાયન્‍સ કોલેજના વિદ્યાર્થીઓ ઈન્‍ટર યુનિવર્સિટી ફૂટબોલ ટુર્નામેન્‍ટમાં પસંદગી પામ્‍યા

vartmanpravah

કરમખલ-પીપરીયામાં રેસિડેન્‍ટ સ્‍કીમ ચાલુ કરી ફલેટ ધારકોના કરોડો ચાઉ કરનાર બિલ્‍ડરની ધરપકડ

vartmanpravah

લોકસભાની ચૂંટણીમાં વાંસદા વિધાનસભામાં સમાવિષ્‍ટ ચીખલી અને ખેરગામના ગામોમાં કોંગ્રેસની લીડ ઘટીઃ દબદબો યથાવત રહ્યો

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસના ઉપક્રમે સમગ્ર સંઘપ્રદેશ યોગમય બન્‍યોઃ દેવકા નમો પથ સામુહિક યોગ મુદ્રાથી શોભી ઉઠયો

vartmanpravah

વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ ગામડાઓ ખૂંદીને ચોથા દિવસે વલસાડ શહેરમાં આવી પહોંચ્યો

vartmanpravah

Leave a Comment