January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી વલસાડમાં રથયાત્રા પૂર્વે પોલીસ તંત્ર એલર્ટ મોડમાં : આજે રથયાત્રાઓ નિકળશે

રેન્‍જ આઈજી સહિતના ઉચ્‍ચ અધિકારીઓની મીટિંગ : શહેરમાં પોલીસે ફૂટ માર્ચ યોજી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: રથયાત્રાનું ધાર્મિક મહિમા વધુ છે. લોકોની આસ્‍થા જોડાયેલી છે. તેથી વિવિધ મંદિર અને ટ્રસ્‍ટો દ્વારા રથયાત્રાની ઉજવણી કરવામાં આવે છે તે અંતર્ગત વલસાડ અને વાપી શહેરમાં આવતી કાલ તા.20 મંગળવારે અષાઢી બીજના શુભ દિને બન્ને શહેરોમાં રથયાત્રાઓ નિકળવાની હોવાથી પોલીસ એલર્ટ બની ગઈ છે. કોઈ છમકલા ના થાય તે માટે ઉચ્‍ચ અધિકારીઓએ કાયદો અને વ્‍યવસ્‍થા જળવાઈ રહે તે માટેનું આયોજન સંપન્ન કરી દીધું છે. વલસાડના મોંઘાભાઈ હોલમાં શહેરના અગ્રણીઓ સાથે પોલીસે મીટિંગ યોજી હતી અને માર્ગદર્શન આપ્‍યું હતું.
વલસાડમાં ભગવાન જગન્નાથ મંદિરથી રથયાત્રા નિકળશે જે શહેરના જુદા જુદા વિસ્‍તારોમાં પરિક્રમા કરશે તે માટે ભક્‍તોએ ભગવાનના કલાત્‍મક રથ અને શણગાર પરિપૂર્ણ કરી દીધા છે. વાપીમાં પણ જગન્નાથ ટ્રસ્‍ટ ડુંગરા અને ઈસ્‍કોનકોપરલી દ્વારા રથયાત્રાના ભવ્‍ય આયોજન કરાયા છે. ઈસ્‍કોનની રથયાત્રા પટેલવાડી છરવાડાથી નિકળશે અને અંબામાતા મંદિરે થઈ રાતા, કોપરલી પહોંચશે. રથયાત્રા અને આગામી બકરી ઈદ ધ્‍યાને રાખી પોલીસે ગતરોજ વલસાડ શહેરમાં ફૂટ પેટ્રોલીંગ કર્યું હતું.

Related posts

ચોથું નોરતું- શ્રી ખોડલધામ આયોજિત નવરાત્રિ મહોત્‍સવના ચારેય ઝોનમાં ખૈલાયાઓથી ગ્રાઉન્‍ડ ભરચક્ક

vartmanpravah

અયોધ્‍યામાં શ્રી રામ ભગવાનના પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ સાથે સંઘપ્રદેશમાં સર્વત્ર શ્રી રામ નામનો શંખનાદ

vartmanpravah

સેલવાસ ગાયત્રી મંદિર ખાતે તર્પણવિધી કરાઈ

vartmanpravah

સરીગામ શિવસેના ઓફિસ સામે લૂંટ સહિત એક મહિલાનું અપહરણ થતાં ચકચાર

vartmanpravah

પારડી તાલુકાનાગોઈમા ગામે આવનાર પાવર સબ સ્‍ટેશનના વિરોધમાં વધુ ઉગ્ર બનતું આંદોલન

vartmanpravah

વાપી એલ.જી. હરિઆ સ્‍કૂલમાં શિક્ષક ગરિમા ગાન કરતા શિક્ષક દિવસની ઉજવણી કરાઈ 

vartmanpravah

Leave a Comment