Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસની કેટલીક હોટલો, ઢાબાઓમાં નજરે પડતો સ્‍વચ્‍છતાનો અભાવ

લોકોના આરોગ્‍ય ઉપર ખતરો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
સેલવાસ,તા.08: દાદરા નગર હવેલી જિલ્લામાં કેટલીક હોટલો તથા ઢાબાઓમાં સ્‍વચ્‍છતા અંગે નિરસતા જોવા મળી રહી છે. જેનાથી લોકોના આરોગ્‍ય સાથે ખતરો ઉભો થવા પામ્‍યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ દાનહની કેટલીક હોટલો અને ઢાબાઓમાં સંચાલકો દ્વારા સફાઈ વ્‍યવસ્‍થા બાબતે કોઈપણ પ્રકારનું ધ્‍યાન આપવામાં આવતું નથી. જેના કારણે ગ્રાહકોના આરોગ્‍ય સાથે ખતરો તોળાઈ રહ્યો છે. તેથી નગરપાલિકા અને જિલ્લા ખાદ્ય અને ઔષધિ પ્રશાસન વિભાગ દ્વારા જિલ્લામાં ધમધમી રહેલ હોટલો, ઢાબા, ચાઈનીઝ ફૂડ સ્‍ટોલો, નાસ્‍તાની લારીઓ ઉપર બનાવાતી ખાદ્ય સામગ્રીનું નિરીક્ષણ કરવામાં આવે અને ત્‍યાંની સ્‍વચ્‍છતા અંગેની ચકાસણી કરવામાં આવે એ જરૂરી બન્‍યું છે. કેટલીક નાની હોટલોમાં તો ગંદા કપડાં પહેરી વેઈટરો, કૂક અને સ્‍ટાફ ખાવાપીવાની સામગ્રી ગ્રાહકોને પીરસતા નજરે પડે છે અને જાણે સંચાલકોને સાફ-સફાઈની કોઈ જ ફિકર નહીં હોય. તેથી સફાઈ નહીં રાખનાર હોટલો અને રેસ્‍ટોરન્‍ટ, ઢાબાઓ સામે સખ્‍ત કાર્યવાહી કરવાની આવશ્‍યકતા જણાઈ રહી છે.

Related posts

ખૂંટેજમાં કાકા-બાપાના ભાઈઓ જમીન બાબતે બાખડયા

vartmanpravah

વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલયમાં હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત બેઠક યોજાઈ

vartmanpravah

ચીખલી તાલુકામાં પૂરથી કેળના પાકને થયેલ ભારે નુકસાન અંગે વળતર ચૂકવવા ઉઠેલી માંગ

vartmanpravah

વલસાડ જિલ્લાના યાત્રાધામો અને ધાર્મિક સ્‍થળોને હરિયાળા બનાવવા માટે વૃક્ષારોપણ અભિયાન હાથ ધરાશે

vartmanpravah

દાનહમાં 04 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા

vartmanpravah

કલીયારીના કુવામાંથી આહવાના પુરૂષની લાશ મળી

vartmanpravah

Leave a Comment