Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

સેલવાસ ન.પા.ના ઉપ પ્રમુખ અજય દેસાઈ દ્વારા નરોલી રોડ ઉપરના એક ગેરકાયદેસર બાંધકામને દૂર કરવા સી.ઓ.ને કરાયેલી રજૂઆત

સેલવાસ-નરોલી રોડ ઉપર ઓઆઈડીસીના પરિસરમાં આવેલી વેલેન્‍ટીનો રેસ્‍ટોરન્‍ટના ગેરકાયદે શેડને હટાવવા સેલવાસ ન.પા.ના ઉપ પ્રમુખે કરેલી રજૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.08
દાનહના સેલવાસ-નરોલી રોડ પર આવેલ એક પ્રાઈવેટ રેસ્‍ટોરન્‍ટ દ્વારા ગેરકાયદેસરશેડ બનાવેલ એને હટાવવા માટે નગરપાલિકાના ઉપ પ્રમુખે સ્‍વયં ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી છે. જેમાં જણાવ્‍યા અનુસાર સેલવાસ-નરોલી રોડ ઉપર ઓઆઈડીસી પરિસરમાં વેલેન્‍ટીનો રેસ્‍ટોરન્‍ટ આવેલ છે. આ રેસ્‍ટોરન્‍ટની સામે પાર્કિંગની કોઈપણ જગ્‍યા નથી અને આ રેસ્‍ટોરન્‍ટમાં ખાણીપીણી માટે આવતા ગ્રાહકો તથા ચીજવસ્‍તુઓના પાર્સલ લેવા આવનારાઓને બેસવા માટે ગેરકાયદેસર શેડ બનાવવામાં આવેલ છે. જેના માટે નગરપાલિકામાંથી કોઈપણ જાતની પરમીશન પણ લેવામાં આવેલ નથી, જેને વિકાસ નિયંત્રણ નિયમ 2014 મુજબ આ રેસ્‍ટોરન્‍ટ પરનો શેડ દૂર કરવામાં આવે. આ ઉપરાંત આ રસ્‍તા ઉપર ઘણી મિલકતો આવેલ છે જેના માટે નગરપાલિકા દ્વારા સર્વે હાથ ધરવામાં આવે અને યોગ્‍ય કાર્યવાહી કરવામાં આવે.
ન.પા.ના ઉપપ્રમુખ શ્રી અજય દેસાઈએ જણાવ્‍યું છે કે, સાથે મારૂં એક નિવેદન છે કે સેલવાસ ‘સ્‍માર્ટ સીટી’ પ્રોજેક્‍ટ અંતર્ગત સમાન આકાર અને સમાન સ્‍તરના દુકાનોની સામે પાંચથી છ ફૂટ કેન્‍ટીલિવર શેડ બનાવવામાં આવે જેથી સગવડતાભર્યું તથા શોભનીય લાગે.
વધુમાં નગરપાલિકા ઉપ પ્રમુખ શ્રી અજયભાઈ દેસાઈએ ચીફ ઓફીસરને જણાવ્‍યું હતું કે પાલિકા વિસ્‍તારમાં ગેરકાયદેસર શેડ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે એ સરાહનીય છે.અમે જે રજૂઆત કરી છે એ બાબતે યોગ્‍ય કાર્યવાહી કરવામાં આવે એવી અપીલ કરૂં છું.

Related posts

કપરાડા તા.પં. કોંગ્રેસ સભ્‍ય વિરૂધ્‍ધ ફરિયાદ નોંધાઈ: મોદીનો વિડીયો એડીટીંગ કરી વાયરલ કર્યો

vartmanpravah

વાપી સલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં નવરાત્રી મહોત્‍સવની ધૂમધામથી ઉજવણી

vartmanpravah

દમણ નહેરુ યુવા કેન્‍દ્ર અને એન.એસ.એસ. યુવાનોએ ‘સ્‍વચ્‍છતા અભિયાન’ અંતર્ગત કરેલી સાફ-સફાઈ

vartmanpravah

‘સેવા, સુશાસન અને ગરીબ કલ્‍યાણ’ ‘યુવા દેશ યુવા ભારત’ ભારતનું સપનું પણ યુવા છે અને મન પણ યુવા છે…

vartmanpravah

વલસાડ ધારાસભ્‍ય ભરતભાઈની કથિત વિરુદ્ય ડીએસપીમાં રાવ

vartmanpravah

દમણ-દીવ સહિત સમગ્ર ગુજરાતમાં ઓગસ્‍ટ-2022 સુધી દરિયામાં યાંત્રિક બોટો દ્વારા થતી મચ્‍છીમારી ઉપર પ્રતિબંધ

vartmanpravah

Leave a Comment