September 12, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના પીપરિયાની સનપેટ ઈન્‍ડિયા પ્રા.લિ.ના 300 જેટલા કામદારોએ લઘુત્તમ વેતન નહીં મળતાં પાડેલી હડતાળ

  • સનપેટ ઈન્‍ડિયા પ્રા.લિ.માં કાર્યરત 4 ઉત્તર ભારતીય લેબર કોન્‍ટ્રાક્‍ટરોના તાર પ્રદેશના વિવિધ રાજકીય પક્ષો સાથે જોડાયેલા હોવાથી કામદારોને ડરાવી ધમકાવી ઓછા વેતનમાં કરાવાતું 12 કલાકનું કામ
  • જિલ્લાના લેબર વિભાગે લેબર કોન્‍ટ્રાક્‍ટરો અને કંપની મેનેજમેન્‍ટને તાત્‍કાલિક અસરથી લઘુત્તમ વેતન દરનો અમલ કરવા આપેલો નિર્દેશ, નહીં તો કડક પગલાં ભરવા પણ આપેલી ચિમકી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05 : દાદરા નગર હવેલીના પીપરિયા ઔદ્યોગિક વિસ્‍તારમાં આવેલ સનપેટ ઈન્‍ડિયા પ્રાઈવેટ લિમિટેડના લગભગ 300 જેટલા કામદારોએ આજે પોતાને લઘુત્તમ વેતન નહીં મળતાં હડતાળ ઉપર ઉતરી ગયા હતા અને કલેક્‍ટર કાર્યાલય ખાતે લેબર ઓફિસરને મળી પોતાની વ્‍યથા જણાવી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સનપેટ ઈન્‍ડિયાપ્રાઈવેટ લિમિટેડમાં વર્ષોથી કામ કરી રહેલા કામદારોને લેબર કોન્‍ટ્રાક્‍ટર દ્વારા 12 કલાક કામ કરાવી પ્રતિ દિનનું વેતન ફક્‍ત રૂા.466 જ આપવામાં આવતું હોવાનું જાણવા મળે છે. આ કંપનીમાં 4 ઉત્તર ભારતીયો લેબર કોન્‍ટ્રાક્‍ટરો તરીકે કાર્યરત છે. તેઓ કોઈક ને કોઈક રીતે રાજકીય પક્ષો સાથે જોડાયેલા છે. જેના કારણે પોતાની રાજકીય પકડના ધાકથી કામદારોને ડરાવી ધમકાવી અને હાથ-પગ તોડી નાંખવાની ધમકી આપવાની સાથે નોકરીમાંથી કાઢી મુકવા સુધીના પગલાં ભરવા જણાવવામાં આવે છે. જેના કારણે મોટાભાગના કામદારો મુંગા મોઢે ઢોર જેવું કામ કરતા રહે છે. પરંતુ આજે 300 જેટલા કામદારોએ હડતાળ પાડી પોતાની વેદનાથી નાયબ કલેક્‍ટર સુશ્રી ચાર્મી પારેખ અને લેબર ઓફિસર શ્રી મિહિર જોષીને અવગત કરાયા હતા. લેબર વિભાગે પ્રશાસનના નીતિ-નિયમો મુજબ દરેક કામદારોને વેતન આપવા અને તેને આ મહિનાથી જ લાગુ કરવા કોન્‍ટ્રાક્‍ટરોને સ્‍પષ્‍ટ નિર્દેશ આપ્‍યો હતો. જો કોન્‍ટ્રાક્‍ટરો અને કંપની સંચાલકો જિલ્લા પ્રશાસન દ્વારા નિર્ધારિત લઘુત્તમ વેતનનો અમલ નહીં કરાયો તો સખત કાર્યવાહી કરવાનો નિર્દેશ પણ આપ્‍યો હતો.

Related posts

કેન્‍દ્રીય વક્‍ફ ડેવલપમેન્‍ટ કમિટીના ચેરપર્સન ડો. દરાખશાન અંદ્રાબીએ પ્રતિનિધિ મંડળ સાથે સંઘપ્રદેશની લીધેલી મુલાકાત

vartmanpravah

વલસાડમાં મિત્રોને એકના ડબલનું પ્રલોભન આપી લાખોની ઠગાઈનો આરોપી 6 મહિના બાદ આણંદથી ઝડપાયો

vartmanpravah

વાપીમાં જન્‍મેલા 680 ગ્રામના નવજાત બાળકનો ચમત્‍કારી બચાવ થયો

vartmanpravah

વાપી નોટિફાઈડ વિસ્‍તારમાં વરસાદી પાણીની સમસ્‍યાનો અંત લાવવા બદલ નાગરિકોએ મંત્રી કનુભાઈ દેસાઈનું સન્‍માન કયું

vartmanpravah

દમણમાં દિલ્‍હીની તર્જ ઉપર બનાવવામાં આવેલ બસ સ્‍ટેન્‍ડના બોલાવેલા ભૂક્કા

vartmanpravah

પારડીના બાલદામાં હાથમાં ત્રિશુલ અને સ્‍ટારના છુંદણા છપાવેલ ડી કમ્‍પોઝ થયેલ યુવાનસ્ત્રીના મળેલ મૃતદેહનું રહસ્‍ય અંકબંધ

vartmanpravah

Leave a Comment