August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ હાઈવે ઉપર દિલધડક અકસ્‍માત સર્જાયોઃ કાર ઉપર કન્‍ટેઈનર પલ્‍ટી મારી જતા કાર છુંદાઈ ગઈ

સુરતથી વલસાડ મેડીકલ કોલેજમાં કાર લઈ જઈ રહેલા પ્રોફેસરનો ચમત્‍કારિક બચાવ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.10: વલસાડ હાઈવે ગુંદલાવ પાસે સુરત તરફ જઈ રહેલ કન્‍ટેનર ચાલકે એકાએક કાબુ ગુમાવતા કન્‍ટેનર ડિવાઈડર કુદી સામેની ટ્રેક આવી રહેલી કાર ઉપર પલ્‍ટી મારી ગયું હતું. દિલધડક સર્જાયેલા અકસ્‍માતમાં કન્‍ટેનર નીચે કાર છુંદાઈ ગઈ હતી પરંતુ કાર ચાલક પ્રોફેસરનો ચમત્‍કારિક બચાવ થયો હતો.
વલસાડ ગુંદલાવ હાઈવે ઉપર આજે શુક્રવારે બપોરે વાપી તરફથી આવી રહેલ કન્‍ટેનર નં.એમએચ 46 એચ 4753ના ચાલક અજય મહાદેવ ઓડએ સ્‍ટીયરીંગ ઉપરથી કાબુ ગુમાવતા કન્‍ટેનર નવસારી તરફથી આવતી લાઈન ઉપર ડિવાઈડર કુદી પલ્‍ટી મારી ગયું હતું. પરંતુ ત્‍યારે સુરતથી કાર લઈને વલસાડ મેડિકલ કોલેજમાં જઈ રહેલા પ્રોફેસરની કાર ઉપર કન્‍ટેનર ખાબકતા કારનો કચ્‍ચરઘામ વળી છુંદો થઈ ગયો હતો. પરંતુ સનાતન યુક્‍તિ છે કે ‘‘જા કો રાખે સાંઈયા માર ના શકે કોઈ” કંઈક તેવી જ ક્ષણ ઉદ્‌ભવી હતી. કારની એરબેગ ખુલી જતા પ્રોફેસરનો હેમકેમચમત્‍કારિક બચાવ થયો હતો. અકસ્‍માત બાદ પોલીસ અને એમ્‍બ્‍યુલન્‍સે કાર અને કન્‍ટેનર ચાલકોને સિવિલમાં સારવાર અર્થે ખસેડયા હતા. લોકો અજીબ અકસ્‍માત જોઈ વિસ્‍મયમાં પડી ચૂક્‍યા હતા.

Related posts

આગામી તારીખ 01 ડીસેબર, 2024ના રોજ યોજાનાર કોમન લૉ એડમિશનટેસ્‍ટ(CLAT) માટે 22મી ઓક્‍ટોબર સુધી નોંધણી કરી શકાશે

vartmanpravah

પારડી સોના દર્શન પાસે પાર્ક કરેલી ઈકો કારમાંથી 35 હજારના સાઈલેન્‍સરનીᅠચોરી

vartmanpravah

વાપી એસટી ડેપોમાં કર્મચારીનો નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો

vartmanpravah

વાપી રેલવે પુલનો પૂર્વ હિસ્‍સો તોડવાની કામગીરી મહદ્‌અંશે પુરી : સમય અવધિમાં પુલ તૈયાર થવાની વકી

vartmanpravah

સમસ્‍ત માહ્યાવંશી સમાજની વૈશ્વિક ઓળખના પર્યાય બનેલા કેપ્‍ટન અમૃતલાલ માણેક

vartmanpravah

દમણઃ મગરવાડા પાવર હાઉસના ઉદ્યાનમાં ‘ઊર્જા સંરક્ષણ દિન’ની ઉજવણી કરી વિભાગે બતાવેલી ઊર્જા બચતની ઈચ્‍છાશક્‍તિ

vartmanpravah

Leave a Comment