September 11, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સાવધાન !! થર્ટી ફસ્‍ટમાં મદીરા પાન કે દારૂ સાથે પકડાશો તો વલસાડ જિલ્લા પોલીસ સ્‍વાગત માટે રેડી

18 કાયમી સહિત ઉભી કરાયેલ 38 ચેકપોસ્‍ટ પર સઘન ચેકીંગ શરૂ :
ગત વર્ષે 1920 એ જેલયાત્રા કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.28: થર્ટીફસ્‍ટ આવવાના ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્‍યારે વલસાડ જિલ્લા પોલીસે થર્ટીફસ્‍ટમાં મદીરા પાન કે દારૂ સાથે જિલ્લા સરહદોમાં પ્રવેશસો ત્‍યારે પોલીસ દ્વારા સઘન વાહન ચેકીંગ સહિત મશીનથી દારૂ સેવનનું ચેકીંગ કરશે. જો કસુરવાર ઠરશો તો પોલીસ સ્‍વાગત કરી જેલની યાત્રા કરાવશે તેવો તખ્‍તો વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ગોઠવાઈ ચુક્‍યો છે અને તેનો અમલ તા.28 ડિસેમ્‍બરથી 31 ડિસેમ્‍બર સુધી કડકપણે થશે તેથી સાવધાન જરૂરી લેખાવાશે.
વલસાડ જિલ્લા પોલીસ પ્રતિ વર્ષે થર્ટીફસ્‍ટની ઉજવણીમાં દારૂનું સેવન કરવા વાળા કે હેરાફેરી કરવા વાળા સામે કડક કાર્યવાહી કરે છે. ગત વર્ષે પોલીસની આવી કાર્યવાહી 1920 સામે થઈ હતી. તમામ જેલ ભેગા કરાયા હતા. જિલ્લા પોલીસ વડા ડો.કરણસિંહ વાઘેલાએ જણાવ્‍યા મુજબ વલસાડ જિલ્લાના તમામ સરહદીવિસ્‍તારોમાં 18 કાયમી સહિત 38 ચેકપોસ્‍ટ કાર્યરત કરી દેવામાં આવી છે ત્‍યાં દારૂ અંગે સઘન ચેકીંગ થશે. સાથે સાથે એસ.આર.પી. તહેનાત કરી દેવાઈ છે. તેમણે વધુમાં ફાર્મ હાઉસમાં પાર્ટીઓના આયોજન કરવાના હોય તો કલેક્‍ટર પાસે જરૂરી પરમિશન મેળવી લેવાની રહેશે. નહીતર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પ્રતિ વર્ષે હજારો પિધેલા પકડાતા હોય છે તેથી આજથી 31 ડિસેમ્‍બર સુધી સાવધાની રાખવા હિતાવહ રહેશે, નહી તો પોલીસની મહેમાનગતિ માણવાની તૈયારી પણ રાખવી પડશે.

Related posts

વાપી સ્‍ટેશન રોડ ઉપર બે યુવાનોની કાર ઉપર ઝાડ પડયુ : બન્નેનો ચમત્‍કારિક બચાવ

vartmanpravah

વલસાડ શહેર પોલીસ, વલસાડ ફિઝિશીયન ઍસોસિઍશન અને વલસાડ ઍમ.આર. ઍસોસિઍશન દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લાનીતમામ અદાલતોમાં તા.14 ડિસેમ્‍બરે નેશનલ લોક અદાલત યોજાશે

vartmanpravah

વલસાડ જિલ્લામાં વિજેતા ભાજપના પાંચ ધારાસભ્‍યો પૈકી ભૂપેન્‍દ્ર પટેલની નવી કેબિનેટમાં બે સ્‍થાનની શક્‍યતા

vartmanpravah

વલસાડમાં વધુ એક પરિણિતાએ પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આત્‍મહત્‍યા કરી લેતા ચકચાર

vartmanpravah

સંઘપ્રદેશ દમણ અને દાનહમાં વિવિધ સ્‍થળોએ સ્‍થાપિત દોઢ દિવસના ગણપતિની પ્રતિમાઓનું કરાયેલું વિસર્જન

vartmanpravah

Leave a Comment