November 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

એન્‍જિનિયર્સ એસોસિએશન ઓફ વાપી દ્વારા ઈન્‍ડોર ગેમ્‍સ અને ક્રિકેટ ટૂર્નામેન્‍ટ યોજાઈ

નેશનલ બેડમિન્‍ટન ચેમ્‍પિયન રહી ચૂકેલ ડો. સમીધા દેવના હસ્‍તે ઈન્‍ડોર ગેમ્‍સનું ઉદ્‌ઘાટન કરાયું

નેશનલ વુમન્‍સ ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી ડો. સપના શુકલના હસ્‍તે સ્‍પર્ધકોને ઈનામ વિતરણ કરાયું હતું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.29: ગત તા.22 જાન્‍યુઆરી 2023 ના રોજ એન્‍જિનિયર્સ એસોસિએશન ઓફ વાપી દ્વારા આયોજીત ટર્નિંગ પોઈન્‍ટ સ્‍પોર્ટ્‌સ મીટ-2023નું જેજે વાયર ક્‍લોથ ઈન્‍ડસ્‍ટ્રીઝના સહયોગથી આયોજન ચેમ્‍પિયન સ્‍પોર્ટ્‌સ ક્‍લબમાં સવારે 9 થી સાંજના 7 વાગ્‍યા સુધી કરવામાં આવ્‍યું હતું. જેમાં ઈન્‍ડોર ગેમ્‍સમાં બેડમિન્‍ટન, ટેબલ ટેનિસ, કેરમ, ચેસ અને બ્રિઝ જેવી રમતોમાં ઈએવીના સભ્‍યો અને તેમના પરિવારજનોએ મોટી સંખ્‍યામાં ભાગ લીધો હતો. આ પ્રોગ્રામનું ઉદ્‌ઘાટન ડો. સમીધા દેવ જેઓ ભૂતકાળમાં નેશનલ બેડમિન્‍ટન ચેમ્‍પિયન રહી ચૂકેલ છે તેઓનાહસ્‍તે કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે ઈવીએના પ્રમુખ પાર્થિવ મહેતાએ સર્વેનું ઉષ્‍માભર્યું સ્‍વાગત કર્યું હતું અને દરેક સ્‍પર્ધામાં સ્‍પર્ધકોને શુભેચ્‍છા પાઠવી હતી અને ખેલીદીલીથી રમવા માટે આગ્રહ કર્યો હતો.
ડો. સમીધા દેવે પોતાના પૂર્વ અનુભવોને વાગોળતા જણાવ્‍યું હતું કે, પોતાના સ્‍વાસ્‍થ્‍ય માટે સ્‍પોર્ટ્‌સ ખૂબ જ જરૂરી છે. શરીરને તંદુરસ્‍ત રાખવા માટે દરેકે કોઈપણ સ્‍પોર્ટ્‌સ ગેમ રમવી જરૂરી છે જેનાથી આપણને ઘણા બધા લાભો થાય છે.
આ પ્રસંગે સ્‍પોન્‍સર અમિતાભ ચોરારીયા, ઉમેદ ચોરારીયા, આયુષ હોસ્‍પિટલના ડો. આશિષ દેવ, ચેમ્‍પિયન સ્‍પોર્ટ્‌સના ક્રુતિક્ષ, ઈએવીના ટ્રસ્‍ટી અશોકભાઈ શાહ, પૂર્વ પ્રમુખ જયેશભાઈ ઘાટલિયા, તરૂણ ખંડેડિયા, ઉપપ્રમુખ અંબાલાલ બાબરીયા, સેક્રેટરી કમલેશ લાડ, જોઈન્‍ટ સેક્રેટરી વિવેક મડિયા, ખજાનચી કલ્‍પેશ બથીયા, સહખજાનચી સંતોષ કુમાર, સંપૂર્ણ સ્‍પોર્ટ્‍સ કાર્યક્રમના આયોજનમાં સ્‍પોર્ટ્‌સ ચેરમેન આશિષ દેસાઈ, કો-ચેરમેન સંતોષ કુમાર, હિતેન ઉપાધ્‍યાય, વિવેક મડિયા અને પંકજ દામાએ ખૂબ જ જહેમત ઉઠાવી સફળ બનાવ્‍યો હતો.
આ ઉપરાંત તા.26મી જાન્‍યુઆરીના રોજ બિલખીયા સ્‍ટેડિયમ ખાતે ઈએવીની ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં પુરૂષ સભ્‍યોની ચાર ટીમો અને મહિલાઓ અને બાળકોની બે ટીમોએ ભાગલીધો હતો.
ઉપરોક્‍ત બંને દિવસે વિજેતા થયેલા સ્‍પર્ધકોને ડો. સપના શુકલ (પૂર્વ પ્‍લેયર, નેશનલ વુમન્‍સ ક્રિકેટ ટીમ)ના વરદ હસ્‍તે ઈનામ વિતરણ કરાયું હતું. આ પ્રસંગે ઈએવીના ટ્રસ્‍ટીઓ જે.આર. શાહ, પૂર્વ પ્રમુખો, સભ્‍યો અને પરિવારજનો મોટી સંખ્‍યામાં હાજર રહ્યા હતા.

Related posts

વલસાડ સિવિલ હોસ્‍પિટલ વર્ગ-4ના કર્મચારીઓએ કેટલીક માંગણીઓ સાથે હંગામો મચાવ્‍યો

vartmanpravah

દીવના ઘોઘલામાં વયમર્યાદાના કારણે સેવાનિવૃત્ત થયેલા પોસ્‍ટમેન ડાહ્યાભાઈ પરમારને આપવામાં આવ્‍યું નિવૃતિ વિદાયમાન

vartmanpravah

જુલાઈ-2023 માસનો વલસાડ જિલ્લા સ્‍વાગત-વ-ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો: ગત માસના 9 અને ચાલુ માસના 28 મળી કુલ 37 અરજદારોના પ્રશ્નોનો હકારાત્‍મક નિકાલ કરાયો

vartmanpravah

મિત્રો સાથે સાપુતારા ફરવા નિકળેલા નવસારીના બે યુવાનોના ચીખલી વાંઝણાપાસે થયેલ માર્ગ અકસ્‍માતમાં મોત

vartmanpravah

વંદે ભારત એક્‍સપ્રેસ 5મી વખત અકસ્‍માતનો ભોગ બની : ઉદવાડામાં ટ્રેન સાથે ગાય ભટકાઈ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ગાજવીજ અને ભારે પવન સાથે એક ઇંચ વરસાદ વરસ્‍યો

vartmanpravah

Leave a Comment