Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના બામણવેલમાં ટ્રક ચાલકોની જાહેર સભા બાદ પોલીસે ચાલકોને ડિટેઈન કર્યા

ધારાસભ્‍ય અનંત પટેલે ધસી આવી આકરું વલણ અપનાવતા
પોલીસે તમામને છોડી મુક્‍યા

ચીખલી, તા.04: ચીખલી તાલુકાના બામણવેલમાં બુધવારના રોજ ટ્રક ચાલકોની જાહેર સભા બાદ સાંજના સમયે પોલીસે દસથી વધુ ચાલકોને ડિટેઈન કર્યા બાદ મોડી સાંજે ધારાસભ્‍ય અનંત પટેલે પોલીસ મથકે ધસી આવી આકરું વલણ અપનાવતા પોલીસે પીછેહટ કરી તમામ ને છોડી મુકયા હતા.
પ્રાપ્ત વિગત મુજબ બુધવારના રોજ બામણવેલ ગામે ટ્રક ચાલકોની જાહેર સભાને ધારાસભ્‍ય અનંત પટેલે સંબોધી હતી. અને હિટ એન્‍ડ રનનો કાળો કાયદો કાયમી રદ કરાઈ તો આગામી 8-મીના રોજ પાંચ જિલ્લામાં બંધ સાથે મુંબઈ-દિલ્‍હી નેશનલ હાઈવે ચક્કાજામ કરવાનું આહવાન કર્યું હતું. આ સભા બાદ કેટલાક ટ્રક ચાલકોએ વાંસદા રોડ પર બામણવેલ પાટીયા વિસ્‍તારમાં બીજા ટ્રકોના ચાલકો સાથે માથાકૂટ કરી હોવાનું અને સોશ્‍યલ મીડિયામાં ગતિવિધિને ધ્‍યાને લઈ કે કોઈ અન્‍ય કારણોસર ચીખલી-વાંસદા માર્ગ ઉપર મોટો પોલીસ કાફલો ખડકી દેવાયો હતો.અને આ દરમ્‍યાન દસથી વધુ ડ્રાઈવરોને પોલીસે અલગ અલગ વિસ્‍તારમાંથી ડિટેઈન કર્યા હતા.
ટ્રક ચાલકોને પોલીસ ડિટેઈન કર્યાની વાત વાયુ વેગે ફેલાતા જિલ્લાભરની પોલીસને ચીખલી સ્‍ટેન્‍ડ બાય રાખવામાં આવી હતી. વધુમાં ડિટેઇન કરાયેલા ડ્રાઈવરોને કયાં લઈ જવાયા તેની પણ ભાળ ન મળતા ઉચાટ ફેલાયો હતો. જેને લઈને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શૈલેષભાઈ, ધારાસભ્‍ય અનંત પટેલ સહિતનાઓ ચીખલી પોલીસ મથકે ધસી આવ્‍યા હતા. અને ધારાસભ્‍ય અનંત પટેલે આકરું વલણ અપનાવી તમે ગુનો દાખલ કર્યો છે, દાખલ કર્યો હોય તો અમે મૂકી જઈએ. તમે કયારે પકડ્‍યા છે, કયાં કારણોસર પકડ્‍યા છે. તેવા પોલીસને સવાલો પૂછી ઉધડા લેતા પોલીસ અધિકારીઓને પણ એક સમયે જવાબ આપવાના ફાંફા પફી ગયા હતા. અને ચીખલીમાં દાખલો બેસાડવાની ડંફાસ મારતા અને ખાખીનો રોફ જમાવવાનો પ્રયાસ કરનાર અધિકારીઓ પાણીમાં બેસી જવા મજબુર બન્‍યા હતા. અને પીછેહટ કરવાની નોબત આવતા મોડી સાંજે તમામ ડ્રાઈવરને પોલીસ મથકે ગોંધી રાખી માર માર્યો હોવાનું પણ જાણવા મળ્‍યું હતું. આ ડ્રાઈવરની પત્‍ની રડવા લાગતા તેને પણ ધારાસભ્‍ય અનંત પટેલની લાલ આંખ બાદ પોલીસે છોડી મુકયો હતો. ત્‍યારે સમગ્ર મામલે તટસ્‍થ તપાસ કરવામાં આવે તો સ્‍થાનિકપોલીસની ભૂમિકા બહાર આવે તેમ છે.

Related posts

પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન ૨૦૨૫ અંતર્ગત લવાછા પીએચસી કેન્‍દ્રમાં 40 જરૂરીયાતમંદ ટીબીના દર્દીઓને પૌષ્ટિક આહારનું કરાયેલું વિતરણ

vartmanpravah

સંઘપ્રદેશ રમતગમત અને યુવા બાબતોના વિભાગ દ્વારા ઓપન લેવલ સ્‍વિમિંગ અને કેરમ સ્‍પર્ધાના સ્‍પર્ધકોને ઈનામ વિતરણ કરાયા

vartmanpravah

સેલવાસના ગાયત્રી શક્‍તિપીઠ ખાતે બે દિવસીય શાંતિ યજ્ઞનો પ્રારંભ કરાયો

vartmanpravah

વલસાડની સરકારી ઈજનેરી કોલેજના એગ્રીકલ્‍ચર ઈનોવેશન પ્રોજેકટની રાષ્‍ટ્રીય કક્ષાના હેકથોનમાં સિદ્ધિ

vartmanpravah

‘હર ઘર તિરંગા’

vartmanpravah

ભારત સરકારના નીતિ આયોગના સભ્‍ય ડો. વી.કે.પોલ અને તેમની ટીમ દાનહના વિકાસથી પણ પ્રભાવિત

vartmanpravah

Leave a Comment