June 30, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસના આમલી ઇન્‍ડસ્‍ટ્રીઝ વિસ્‍તારમાં આઈ20 કાર મહિલા ચાલકે કંપની નજીક પાર્કિંગ કરેલા મોપેડ અને સ્‍કૂટરોને મારેલી જોરદાર ટક્કર: અકસ્‍માતમાં પાર્કિંગમાં રાખેલા કેટલાક વાહનોને થયેલું નુકસાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.25 : સેલવાસના આમલી ઇન્‍ડસ્‍ટ્રીઝ વિસ્‍તારમાં મહિલા કાર ચાલકે આઈ20 કાર નંબર ડીડી-01 – એ-7307 ગફલતભરી રીતે હંકારી એક કંપની નજીક પાર્કિંગ એરિયામાં પાર્ક કરેલ મોપેડ અને સ્‍કૂટરોને જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે કેટલીક બાઈકો અને મોપેડને ઘણુ નુકસાન થયું હતું. આ ઘટના જોતા કંપનીમાં કામ કરતા કામદારોઅને કર્મચારીઓ અને આજુબાજુના લોકો દોડી આવ્‍યા હતા અને તાત્‍કાલિક પોલીસને ટેલીફોનિક જાણ કરી હતી. પોલીસની ટીમ ઘટના સ્‍થળે પહોંચી કારને જપ્ત કરી પોલીસ સ્‍ટેશન પર લઈ જવામાં આવી હતી અને આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Related posts

દમણ-દીવ બેઠક ઉપરથી પ્રિયંકા ગાંધી ચૂંટણી લડી શકે છેઃ કોંગ્રેસનો દાવપેચ કે પછી હવા-હવાઈ

vartmanpravah

જિલ્લામાં ધો.10ના 33474, ધો.12 સા.પ્ર.ના 14810 અને ધો.12 વિ.પ્ર.ના 7480 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

vartmanpravah

દમણઃ મગરવાડા પાવર હાઉસના ઉદ્યાનમાં ‘ઊર્જા સંરક્ષણ દિન’ની ઉજવણી કરી વિભાગે બતાવેલી ઊર્જા બચતની ઈચ્‍છાશક્‍તિ

vartmanpravah

ચીખલીના તલાવચોરામાં દિપડો દેખાયો

vartmanpravah

કપરાડા તાલુકામાં રૂા. એક કરોડના ખર્ચે લાઇબ્રેરી કમ રીડિંગ સેન્‍ટર બનાવાશે

vartmanpravah

દમણમાં પુલ દુર્ઘટના બાદ શરૂ કરાયેલી મફત બસ સેવાના કારોબારે તે સમયે પેદા કરેલા ભારે ભેદભરમો

vartmanpravah

Leave a Comment