Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે નવસારીના જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ‘‘પરિક્ષા સાથી” ટીમની જાહેરાત

અલગ અલગ વિષયોના કુલ 71 શિક્ષકો ‘‘પરિક્ષા સાથી” અભિયાનમાં ટેલિફોનિક માર્ગદર્શન આપશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.17: ગુજરાત રાજ્‍યમાં માર્ચ-2023 ધોરણ 10 માધ્‍યમિક અને ધોરણ-12 ઉચ્‍ચતર માધ્‍યમિક બોર્ડની (સમાન્‍ય પ્રવાહ/વિજ્ઞાન પ્રવાહ) પરીક્ષા યોજનાર છે. વિદ્યાર્થીઓને પરીક્ષા બાબતે માનસિક ડર, હતાશા, ચિંતા, તનાવ અને મુંઝવણના અનુભવે તેમજ વિદ્યાર્થીઓઆત્‍મવિશ્વાસ તેમજ હકારાત્‍મક વલણ સાથે કારકિર્દીની સીમાચિન્‍હરૂપે બોર્ડની પરીક્ષામાં સફળતા પ્રાપ્ત થાય તેવા ઉમદા હેતુથી વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે જિલ્લા શિક્ષણાધિકારી નવસારીની કચેરી દ્વારા ‘‘પરિક્ષા સાથી” ટીમ/હેલ્‍પલાઈનની યાદી જિલ્લા ક્‍લેકટર શ્રી અમિત પ્રકાશ યાદવના હસ્‍તે જાહેર કરવામાં આવી હતી. ‘‘પરિક્ષાસાથી” અભિયાનમાં ધોરણ 10 અને 12 ના અલગ અલગ વિષયોના નિષ્‍ણાંતો અને મનોચિકિત્‍સક ટીમ આગામી 30/03/2023 સુધી કાર્યરત રહી ટેલિફોનિક માધ્‍યમથી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે.
ધોરણ 10 તેમજ 12 ના વિવિધ વિષયોના 71 નિષ્‍ણાતોની ટીમ બનાવવામાં આવી છે. દરેક વિષયોના નિષ્‍ણાંતોની ફોન નંબરની યાદી શાળાના નોટીસ બોર્ડ, જિલ્લા શિક્ષણ વિભાગની વેબ સાઈટ રૂરૂરૂ.ફુફૂંર્ઁીરુર્તીશ્વશ તથા ટવીટર એકાઉન્‍ટ ક્‍ઝચ્‍બ્‍ંર્ફીરુર્તીશ્વશ પર મુકવામાં આવી છે. આ અંગે વધુ માહિતી માટે (02637) 232572 અથવા ર્ઁીરુર્તીશ્વશફુફૂંક્‍ળિર્ંીશશ્ર.ણૂંળ પર સંપર્ક કરવા જિલ્લા શિક્ષણા અધિકારી, નવસારીની અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

શ્રી સ્‍વામિનારાયણ જ્ઞાનપીઠ, સલવાવ-વાપી દ્વારા 14મા સમુહ લગ્નોત્‍સવનું આયોજન

vartmanpravah

વિધાનસભાના નાયબ દંડક વિજયભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કપરાડાના બામણવાડામાં વાજતે ગાજતે શાળા પ્રવેશોત્સવ ઉજવાયો

vartmanpravah

કિસાન સમ્માનનિધિનો લાભ મેળવતા ખેડૂતો ધ્યાન આપે

vartmanpravah

વાપીમાં બાઈક સવાર બે ઈસમોએ રાહદારીનો મોબાઈલ ફોન ઝૂંટવી ફરારથયા

vartmanpravah

ચીખલી પોલીસે બલવાડા હાઈવે પરથી આઈસર ટેમ્‍પોમાંથી દારૂ ઝડપી પાડયો

vartmanpravah

સેલવાસ નગરપાલિકા દ્વારા ‘‘સ્‍વનિધિ મહોત્‍સવ” કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment