July 25, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

શ્રી દીવ યુવા જાગૃતમાછીમાર ગૃપ દ્વારા અનોખી રીતે ઉજવાયો પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલનો જન્‍મ દિવસ

વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.28: આજરોજ દાનહ – દમણ – દીવ તથા લક્ષદ્વીપનાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનો જન્‍મદિવસ હોઈ દીવ યુવા જાગૃત માછીમાર ગૃપનાં યુવાનોએ તેની ઉજવણી અનોખી રીતે સેવાકીય પ્રવૃત્તિનાં માધ્‍યમથી ઉજવવાનું નક્કી કરેલ જેનાં ભાગરૂપે દીવ હોસ્‍પિટલ ખાતે બ્‍લડ ડોનેશન કેમ્‍પનું આયોજન કરેલ જેમાં આ ગૃપનાં સભ્‍યો તેમજ અન્‍ય યુવા વર્ગે ભાગ લઈ તેઓનાં બ્‍લડ દર્દીઓને ઉપયોગી થાય તેવી આશા વ્‍યક્‍ત કરી પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનું સ્‍વાસ્‍થ્‍ય તંદુરસ્‍ત રહે અને તેઓ ખૂબ પ્રગતિ કરે તેવી પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે યુવાનોને પ્રોત્‍સાહિત કરવા દીવ ખાતે ફરજ બજાવતા ડેપ્‍યુટી કલેકટર શ્રી વિવેક કુમારે પણ બ્‍લડ ડોનેટ કરી બ્‍લડ ડોનેશન અંગે યુવાનોમાં જાગૃતિ જગાવવા પ્રયત્‍ન કરેલ જે ખૂબ પ્રસંશનીય અને યુવાનો માટે ઉત્‍સાહ પ્રેરક કહી શકાય.

Related posts

દાનહ ચિસદા ગામનો રસ્‍તો જર્જરિત હોવાને કારણે લોકોને હાલાકી

vartmanpravah

સરકારી પ્રાથમિક શાળા ડાભેલમાં વરસાદી ગીત સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

પારડીની શ્રી વલ્લભ સંસ્‍કારધામ ડે બોર્ડિગ શાળામાં 15 થી 18 વર્ષના વિદ્યાર્થીઓનું કોવિડ-19નું રસીકરણ કરવામાં આવ્‍યું

vartmanpravah

દાદરા ગામે ફેક્‍ટરી દ્વારા કરાયેલું ગેરકાયદેસર દબાણ દુર કરાયું

vartmanpravah

દાનહ-દમણમાં છેલ્લા 24 કલાકમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં નોંધાયો

vartmanpravah

કોવિડ-19ના રોગચાળાને નાથવા સંઘપ્રદેશના ઉદ્યોગોમાં કાર્યરત તમામ કર્મચારી – કામદારોએ કોવિડ-19 રસીના બંને ડોઝ લેવા ફરજીયાત

vartmanpravah

Leave a Comment