August 31, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના વિદ્યાર્થીઓએ ચેન્નાઈના પટ્ટીપુલમાં ભારતના પહેલા હાઈબ્રીડ રોકેટ લોન્‍ચમાં લીધેલો ભાગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.20: દાદરા નગર હવેલીની અલગ અલગ શાળાના વિદ્યાર્થીઓએ ચેન્નાઈ ખાતે હાઈબ્રીડ રોકેટ લોન્‍ચ કાર્યક્રમમા ભાગ લીધો હતો. જેમાં રખોલી ઈંગ્‍લીશ મીડીયમ શાળાની ઈશા પટેલ, સીપીએસ સેલવાસ ઈંગ્‍લીશ મીડીયમ શાળાની વર્ષા યાદવ, નરોલી ઈંગ્‍લીશ મીડીયમ શાળાનો અરુણ કુમાર મંડલે ચેન્નાઈના પટ્ટીપુલમાં ભારતના પહેલા હાઈબ્રીડ રોકેટ લોન્‍ચમાં ભાગ લીધો હતો. આ વિદ્યાર્થીઓની પસંદગી 17 ડિસેમ્‍બરના રોજ મસાટ ખાતે આયોજીત પીઆઈસીઆ સેટેલાઈટ લોન્‍ચ પ્રદર્શન દરમ્‍યાન કરવામાં આવ્‍યું હતું. દાનહના વિદ્યાર્થીઓને નરોલી શાળાના શ્રીમતી અનીશા ખલિફા, એએઆઇએફટીમના અર્ચના સિંહ અને વ્‍યોમેશ કોન્‍ટ્રાકટર દ્વારા ચેન્નાઈ મોકલવામાં આવ્‍યા હતા.
ચેન્નાઈમાં કાર્યક્રમનું આયોજન સ્‍પેસ જોન ઈન્‍ડિયા પ્રાઈવેટ લિમિટેડ દ્વારામાર્ટિન ફાઉન્‍ડેશન અને એપીજે અબ્‍દુલ કલામ ઈન્‍ટરનેશનલ ફાઉન્‍ડેશનના સહયોગ દ્વારા કરવામાં આવ્‍યું હતું. જેમાં ભારતના અલગ અલગ રાજ્‍ય અને સંઘપ્રદેશના બે હજારથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓને સેટેલાઈટ ટેકનોલોજી અને રોકેટ ટેકનોલોજી પર વ્‍યવહારિક ટ્રેનિંગ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા ભેગા કરવામાં આવેલ 150 પીઆઈસીઓ ઉપગ્રહોને રોકેટ સાથે અંતરિક્ષમા મોકલવામા આવ્‍યા હતા.
આ ઉપગ્રહ જ્‍યારે વાતાવરણમા હોય ત્‍યારે તે તાપમાન, પ્રેસર, હ્યુમિનિટી, ઓક્‍સિજનની ટકાવારી, કાર્બન ડાયોક્‍સાઇડ અને કાર્બન મોનોક્‍સાઈડના ટકા અને વાતાવરણમાં અન્‍ય ગેસોના સ્‍તર જેવા ડેટા મોકલાવે છે. આ સેટેલાઈટ હાઈબ્રીડ ઈંધણનો ઉપયોગ કરે છે અને લોન્‍ચ બાદ એના પાર્ટ પણ ઉપયોગમાં લઈ શકાય છે. આ લોન્‍ચિંગ કાર્યક્રમમાં મુખ્‍ય અતિથિ તરીકે તામિલનાડુના રાજ્‍યપાલ અને પોંડિચરીના લેફટનન્‍ટ ગવર્નર ડો.તમિલીસાઈ સુંદરરાજન ઉપસ્‍થિત રહ્યા હતા એમની સાથે એપીજેએમજે શેખ સલીમ ડો.એપીજે કલામના પૌત્ર એપીજે અબ્‍દુલ કલામ ઈન્‍ટરનેશનલ ફાઉન્‍ડેશનના સહ-સંસ્‍થાપક, માર્ટિન ફાઉન્‍ડેશનના સંસ્‍થાપક લીમા રોજ માર્ટિન, સ્‍પેસ જોન ઈન્‍ડિયા પ્રાઈવેટ લીમીટેડના સીઈઓ અને સંસ્‍થાપક ડો.આનંદ મેગાલીગમ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડ જિલ્લાના પેન્‍શનરો જોગ

vartmanpravah

દાનહ ટોકરખાડા હાઈસ્‍કૂલ ખાતે ઊર્જા સંરક્ષણ દિવસ નિમિતે કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વસુંધરા વિદ્યાપીઠ શાળા, પરજાઈના જરૂરિયાતમંદ બાળકોને સહાયક સામગ્રી અને શાળા સબંધિત વસ્‍તુઓ પૂરી પાડવા હવેલી ઇન્‍સ્‍ટિટયૂટ ઑફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચ દ્વારા ‘દાન-દિપોત્‍સવ-2024’નું થયેલું સફળ આયોજન

vartmanpravah

દમણ-દીવમાં ભાજપે ચોથી ટર્મ માટે પણ સાંસદ લાલુભાઈ પટેલને ટિકિટ આપતાં લોકોમાં પ્રગટ થઈ રહેલો અપાર આનંદ-ઉત્‍સાહ

vartmanpravah

દેશમાં નવા ત્રણ કાયદાના અમલને અનુસંધાને પારડી પોલીસ દ્વારા સેમિનારનું કરાયેલું આયોજન

vartmanpravah

સેલવાસની એસબીઆઈના ગ્રાહક સાથે થયેલી સાયબર છેતરપીંડી કેસમાં બે આરોપીઓની યુ.પી.થી કરાયેલી ધરપકડ

vartmanpravah

Leave a Comment