Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના વિદ્યાર્થીઓએ ચેન્નાઈના પટ્ટીપુલમાં ભારતના પહેલા હાઈબ્રીડ રોકેટ લોન્‍ચમાં લીધેલો ભાગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.20: દાદરા નગર હવેલીની અલગ અલગ શાળાના વિદ્યાર્થીઓએ ચેન્નાઈ ખાતે હાઈબ્રીડ રોકેટ લોન્‍ચ કાર્યક્રમમા ભાગ લીધો હતો. જેમાં રખોલી ઈંગ્‍લીશ મીડીયમ શાળાની ઈશા પટેલ, સીપીએસ સેલવાસ ઈંગ્‍લીશ મીડીયમ શાળાની વર્ષા યાદવ, નરોલી ઈંગ્‍લીશ મીડીયમ શાળાનો અરુણ કુમાર મંડલે ચેન્નાઈના પટ્ટીપુલમાં ભારતના પહેલા હાઈબ્રીડ રોકેટ લોન્‍ચમાં ભાગ લીધો હતો. આ વિદ્યાર્થીઓની પસંદગી 17 ડિસેમ્‍બરના રોજ મસાટ ખાતે આયોજીત પીઆઈસીઆ સેટેલાઈટ લોન્‍ચ પ્રદર્શન દરમ્‍યાન કરવામાં આવ્‍યું હતું. દાનહના વિદ્યાર્થીઓને નરોલી શાળાના શ્રીમતી અનીશા ખલિફા, એએઆઇએફટીમના અર્ચના સિંહ અને વ્‍યોમેશ કોન્‍ટ્રાકટર દ્વારા ચેન્નાઈ મોકલવામાં આવ્‍યા હતા.
ચેન્નાઈમાં કાર્યક્રમનું આયોજન સ્‍પેસ જોન ઈન્‍ડિયા પ્રાઈવેટ લિમિટેડ દ્વારામાર્ટિન ફાઉન્‍ડેશન અને એપીજે અબ્‍દુલ કલામ ઈન્‍ટરનેશનલ ફાઉન્‍ડેશનના સહયોગ દ્વારા કરવામાં આવ્‍યું હતું. જેમાં ભારતના અલગ અલગ રાજ્‍ય અને સંઘપ્રદેશના બે હજારથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓને સેટેલાઈટ ટેકનોલોજી અને રોકેટ ટેકનોલોજી પર વ્‍યવહારિક ટ્રેનિંગ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા ભેગા કરવામાં આવેલ 150 પીઆઈસીઓ ઉપગ્રહોને રોકેટ સાથે અંતરિક્ષમા મોકલવામા આવ્‍યા હતા.
આ ઉપગ્રહ જ્‍યારે વાતાવરણમા હોય ત્‍યારે તે તાપમાન, પ્રેસર, હ્યુમિનિટી, ઓક્‍સિજનની ટકાવારી, કાર્બન ડાયોક્‍સાઇડ અને કાર્બન મોનોક્‍સાઈડના ટકા અને વાતાવરણમાં અન્‍ય ગેસોના સ્‍તર જેવા ડેટા મોકલાવે છે. આ સેટેલાઈટ હાઈબ્રીડ ઈંધણનો ઉપયોગ કરે છે અને લોન્‍ચ બાદ એના પાર્ટ પણ ઉપયોગમાં લઈ શકાય છે. આ લોન્‍ચિંગ કાર્યક્રમમાં મુખ્‍ય અતિથિ તરીકે તામિલનાડુના રાજ્‍યપાલ અને પોંડિચરીના લેફટનન્‍ટ ગવર્નર ડો.તમિલીસાઈ સુંદરરાજન ઉપસ્‍થિત રહ્યા હતા એમની સાથે એપીજેએમજે શેખ સલીમ ડો.એપીજે કલામના પૌત્ર એપીજે અબ્‍દુલ કલામ ઈન્‍ટરનેશનલ ફાઉન્‍ડેશનના સહ-સંસ્‍થાપક, માર્ટિન ફાઉન્‍ડેશનના સંસ્‍થાપક લીમા રોજ માર્ટિન, સ્‍પેસ જોન ઈન્‍ડિયા પ્રાઈવેટ લીમીટેડના સીઈઓ અને સંસ્‍થાપક ડો.આનંદ મેગાલીગમ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિએ વલસાડ જિલ્લાના વાપી જી. આઇ. ડી. સી. વિસ્‍તારની લીધેલી મુલાકાત

vartmanpravah

નેશનલ કુંગ ફુ ચેમ્‍પિયનશિપમાં નવસારીની આશ્રમશાળાનાં વિદ્યાર્થીઓ ઝળકયા

vartmanpravah

અવસર લોકશાહીનોઃ વલસાડ જિલ્લામાં મતદાન જાગૃત્તિ ફેલાવવા ચૂંટણી તંત્ર દ્વારા અનેકવિધ કાર્યક્રમોની ભરમાર

vartmanpravah

વલવાડા પીએચસી સેન્‍ટર ખાતે એમ્‍બ્‍યુલન્‍સ અને સેલ કાઉન્‍ટર મશીનની સુવિધા ઉપલબ્‍ધ કરવામાં આવી

vartmanpravah

પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા 500 વિદ્યાર્થીનીઓને સેલ્‍ફ ડિફેન્‍સ તાલીમ અપાઈ

vartmanpravah

વાપી બલીઠા ભંગારના કચરામાં ભિષણ આગ લાગતા અફરા તફરી મચી: આગ લાગી કે લગાડાઈ એ એક તપાસનો વિષય છે

vartmanpravah

Leave a Comment