April 25, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ જિલ્લા ભાજપના બૂથ સશક્‍તિકરણ કાર્યક્રમનો આરંભઃ મંડળ સમિતિના સભ્‍યો સાથે યોજાયેલી બેઠક

દમણ જિલ્લા બૂથ સશક્‍તિકરણ અભિયાનના પ્રભારી જીજ્ઞેશભાઈ પટેલે બૂથ સશક્‍તિકરણ અભિયાનની સમજાવેલી અગત્‍યતા


પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ મહેશભાઈ આગરિયાએ ભાજપ શાસિત કેન્‍દ્ર સરકાર દ્વારા દાનહ અને દમણ-દીવને વર્તમાન બજેટમાં રૂા.2પ00 કરોડના ભંડોળની કરેલી ઐતિહાસિક ફાળવણીઃ સંઘપ્રદેશ પ્રશાસને કરેલા વિવિધ વિકાસના કામો લોકો અને લાભાર્થી સુધી લઈ જવા કરેલી હાકલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.20: દમણ જિલ્લાના બૂથ સશક્‍તિકરણના કાર્યક્રમના આયોજન માટે આજે દૂણેઠાના ડયૂન્‍સ સભાખંડમાં મંડળના અધ્‍યક્ષો, મંડળના પદાધિકારીઓ, બૂથ કમિટિના સભ્‍યો, પ્રદેશ જિલ્લાના પદાધિકારીઓ સહિત વરિષ્‍ઠ કાર્યકર્તાઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.
દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ દ્વારા બૂથ સશક્‍તિકરણ અભિયાનના પ્રભારી શ્રી પ્રદિપસિંહ વાઘેલાના દિશા-નિર્દેશ અંતર્ગત પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દિપેશભાઈ ટંડેલના માર્ગદર્શન અને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી વિવેક દાઢકરની સલાહ મુજબ આજે દમણ જિલ્લા બૂથ સશક્‍તિકરણ અભિયાનના પ્રભારી શ્રી જીજ્ઞેશભાઈ પટેલના નેતૃત્‍વમાં બૂથ સશક્‍તિકરણ અભિયાન કાર્યક્રમની એક બેઠકનું સફળતાપૂર્વક આયોજનથયું હતું.
દમણ જિલ્લા બૂથ સશક્‍તિકરણ અભિયાનના પ્રભારી શ્રી જીજ્ઞેશભાઈ પટેલે ઉપસ્‍થિત સભ્‍યોને માર્ગદર્શન આપતા જણાવ્‍યું હતું કે, નિર્ધારિત સમય મર્યાદામાં બૂથ સશક્‍તિકરણનું કામ પૂર્ણ કરવાનું છે. તેમણે દમણમાં થયેલા ઐતિહાસિક વિકાસને ગણાવી જણાવ્‍યું હતું કે, પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલના આગમન અને પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિથી ભાજપનો એક-એક કાર્યકર ગૌરવ લઈ શકે એવો વિકાસ થયો છે. જેની જાણકારી લાભાર્થીઓ સુધી પહોંચાડવા સલાહ આપી હતી.
શ્રી જીજ્ઞેશભાઈ પટેલે આગામી 2024ની લોકસભાની ચૂંટણી પહેલાં સંગઠનના માધ્‍યમથી દરેક બૂથની સક્રિય સમિતિ બનાવવા અને સંગઠનને વધુ ગતિ આપવા બૂથ સશક્‍તિકરણના અભિયાનની અગત્‍યતા સમજાવી હતી.
આ પ્રસંગે પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ શ્રી મહેશભાઈ આગરિયાએ બૂથ સશક્‍તિકરણ અભિયાનની વિગતવાર સમજ આપતા જણાવ્‍યું હતું કે, આપણો પ્રદેશ અને જિલ્લો ખૂબ નાનો છે, તેથી અસરકારક રીતે આપણે સંગઠન જાળવી શકીએ છીએ. તેમણે એક બૂથ ઉપર લગભગ 24 જેટલા સક્રિય સભ્‍યોની નોંધણી કરવા અને એક પેજ પ્રમુખ બનાવવા તથા બૂથમાં રહેલા અસરકારક મતદારને ઓળખી તેને ભાજપ તરફ વાળવા પણ જરૂરી માર્ગદર્શન આપ્‍યું હતું. શ્રી મહેશભાઈ આગરિયાએ જણાવ્‍યું હતું કે, ભાજપશાસિત કેન્‍દ્ર સરકાર દ્વારા દાદરા નગર હવેલી અને દમણ-દીવને 2પ00 કરોડનું ભંડોળ હાલના બજેટમાં ફાળવવામાં આવ્‍યું છે. જેના કારણે આ વર્ષમાં પ્રદેશનો ઐતિહાસિક વિકાસ થશે. તેમણે મોદી સરકારે અને સંઘપ્રદેશ પ્રશાસને કરેલા વિવિધ વિકાસના કામોની પણ જાણકારી આપી હતી અને તેને લોકો સુધી પહોંચાડવા આગ્રહ કર્યો હતો.
દમણ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી અસ્‍પીભાઈ દમણિયાએ પોતાના વક્‍તવ્‍યમાં બૂથ જીતવા ઉપર ભાર આપ્‍યો હતો. તેમણે બૂથને મજબૂત બનાવવા જરૂરી માર્ગદર્શન આપ્‍યું હતું. આ પ્રસંગે દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ પણ પ્રાસંગિક ઉદ્‌બોધન કર્યું હતું. આભારવિધી દાભેલ મંડળના અધ્‍યક્ષ શ્રી અમ્રતભાઈ પટેલે આટોપી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના શ્રી રાજીવભાઈ ભટ્ટ, શ્રી કલ્‍પેશભાઈ પટેલ, શ્રીમતી રૂક્ષ્મણીબેન ભાનુશાલી સહિત મોટી સંખ્‍યામાં બૂથના કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

બલીઠા રેલવે ફાટક 16 સપ્‍ટેમ્‍બર સુધી બંધ રહેશે

vartmanpravah

દાનહ અને દમણ-દીવ- શાળાઓમાં બાળકોમાં શૈક્ષણિક ગુણવત્તા સુધારવા 100 દિવસ વાંચન અભિયાન વર્ગ વ્‍યવસ્‍થા ગોઠવણીનું આયોજન કરાયું

vartmanpravah

દાનહના બિસ્‍માર રસ્‍તાઓથી દુઃખી બનેલા સાંસદ કલાબેન ડેલકરઃ છેવટે પ્રશાસકશ્રીના સલાહકારને કરી રજૂઆત

vartmanpravah

SUVમાં પગ મૂકવાના ભાગે બનાવેલા ચોર ખાનામાંથી દારૂ ઝડપતી પારડી પોલીસ

vartmanpravah

વલસાડ જિલ્લાના વિવિધ પોલીસ સ્‍ટેશન દ્વારા 835 પિધ્‍ધડો ઝડપાયા

vartmanpravah

નાના વાઘછીપામાં નહેરમાં વૃદ્ધા પડતા મોત

vartmanpravah

Leave a Comment