Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડાની સરકારી વિનયન કોલેજની એન.એસ.એસ.ની વાર્ષિક ખાસ શિબિર દહીંખેડ ગામે સંપન્ન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.21: કપરાડની સરકારી વિનયન કોલેજના એન.એસ.એસ. વિભાગ દ્વારા કપરાડા તાલુકાના દહીંખેડ ગામ ખાતે સાત દિવસીય એન.એસ.એસ.વાર્ષિક ખાસ શિબિરનું આયોજન તા.13/02/2023 થી 19/02/2023 સુધી કરવામાં આવ્‍યું હતું. રાત્રિ રોકાણની વ્‍યવસ્‍થા પ્રાથમિક શાળા દહીંખેડ મુકામે કરવામાં આવી હતી. જેમાં કોલેજના સ્‍વયં સેવકો દ્વારા શ્રમ કાર્ય, સ્‍વચ્‍છતાના કામો, બૌધિક વ્‍યાખ્‍યાન, મેડિકલ ચેક અપ કાર્યક્રમ, ગામનો સર્વે, પ્રભાત ફેરી, યોગા, કસરત, સમુહ જીવન, રમત ગમત જેવી પ્રવૃતિ હાથ ધરવામાં આવી હતી. વિદ્યાર્થીઓમાં લીડરશિપના ગુણો, સમાજ સેવાની ભાવના, લોકસંપર્ક દ્વારા સમાજ જીવનની સમજૂતી કેળવાય અને સુષુપ્ત શક્‍તિ બહાર લાવી સમાજમાં એક ઉત્‍કળષ્ટ નાગરિક બની પોતાના સમાજ અને રાષ્‍ટ્રને ઉન્નતિના પથ પર આગળ ધપાવે એવા જાગૃત નાગરિક બને એ એન.એસ.એસ.(શિબિર) પ્રવૃત્તિનો મુખ્‍ય હેતુ છે. આ સંપૂર્ણ કાર્યક્રમ સંસ્‍થાના આચાર્ય ડો. ડી.એન.દેવરીના માર્ગદર્શન હેઠળ કોલેજના એન.એસ.એસ.પ્રોગ્રામ ઓફિસર અનિષભાઈ સી.ગામીતની આગેવાનીમાં યોજવામાં આવ્‍યો હતો.

Related posts

ભારતના રાષ્‍ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુની પસંદગીને દમણની તમામ પંચાયતોએ આવકારી

vartmanpravah

બામટી ખાતે રૂા. 5.47 કરોડના ખર્ચે સરકારી કુમાર છાત્રાલય અને રૂા.1.87 કરોડના ખર્ચે કોમ્‍યુનીટી હોલ બનાવાશે

vartmanpravah

સરકારી પ્રાથમિક અને ઉચ્‍ચ પ્રાથમિક શાળા દાભેલના વિદ્યાર્થીઓને આપવામાં આવેલ તિથિ ભોજન બદલ શાળાએ માનેલો આભાર

vartmanpravah

કપરાડા ઘાટ ઉપર લક્‍ઝરી બસનું ટાયર ફાટતા ગમખ્‍વાર અકસ્‍માત સર્જાયો : એકનું મોત, છ ઘાયલ

vartmanpravah

ગોઈમાં ખાતે યોજાયેલી ગ્રામ સભામાં પાવરગ્રીડનું કામ બંધ કરવા સામૂહિક વિરોધ

vartmanpravah

દીવ જિલ્લામાં વિવિધ જગ્‍યાએ ગણપતિ બાપ્‍પા થયા બિરાજમાન

vartmanpravah

Leave a Comment