જિલ્લામાં એક્ટિવ કેસોમાં ચિંતાજનક રીતે દરરોજ વધી રહ્યા છે : એક્ટિવ કેસ-71 થયા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.13: વલસાડ જિલ્લામાં પાછલા પખવાડીયાથી કોરોનાના કેસોમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. એક્ટિવ કેસોમાં થઈ રહેલા વધારાને લઈ વહિવટી તંત્રની દોડધામ વધી રહી છે.
વલસાડ જિલ્લામાં કોરોનાની રફતાર તેજ ગતિએ આગળ વધી રહી છે. બુધવારે એક સાથે અલગ અલગ વિસ્તારોમાંથી કુલ 20 નવા કેસ નોંધાયા હતા. ગઈકાલે 4 કેસનો ડિસ્ચાર્જ અપાયો હતો. નવા એક્ટિવ કેસોમાં 200 ઉપરાંતનો એન.ટી.પી.સી.આર. ચેકિંગમાં 20 નવા દર્દી મળી આવ્યા હતા. જેમાં વલસાડમાં-3, વાપીમાં-4, કપરાડામાં-3, ઉમરગામ-2 અને પારડીમાંસૌથી વધુ 8 કોરોના દર્દી મળી આવ્યા હતા. હાલમાં જિલ્લામાં કોરોના એક્ટિવ કેસ 71 થયા છે જે જિલ્લા માટે ચિંતાજનક બાબત છે. માર્ચ-એપ્રિલની ગરમીમાં કોરોના કેસ વધુ મળી આવવાનું ભૂતકાળમાં પણ નોંધાયેલ છે.