January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

વલસાડ જિલ્લા-સંઘપ્રદેશ સહિત ગુજરાતભરમાં પાંચ દિવસથી ટીવી પડદે બ્‍લેક આઉટ

બ્રોડકાસ્‍ટરોને ચેનલના ટેરીફ 30 ટકા વધારવા ટ્રાઈએ આપેલી છૂટના વિરોધમાં મલ્‍ટિ સિસ્‍ટમ ઓપરેટરોની હડતાલ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: છેલ્લા પાંચ દિવસથી વલસાડ જિલ્લા,સંઘપ્રદેશ સહિત ગુજરાત સહિત દેશમાં ટીવી એન્‍ટરટેઈનમેન્‍ટ ચેનલો ઉપર બ્‍લેક આઉટ છવાઈ ગયો છે. અનેક મહિલાઓ, ગૃહિણીઓ અને સિનિયર સિટિઝન ઘરોમાં બેસી મનોરંજન માણતા હોય છે તેવો તમામ વર્ગ મન મારી બેસી રહેવાની સ્‍થિતિ ઉભી થઈ છે.
ટીવી પડદા ઉપર બ્‍લેક આઉટ થવાનું મુખ્‍ય કારણ એ છે કે ટેલિકોમ રેગ્‍યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્‍ડિયા (ટ્રાઈ)એ 30 ટકા જેટલો વધારો માંગ્‍યો છે અને એ માટે મલ્‍ટીપલ સિસ્‍ટમ ઓપરેટરો (એમએસઓ)ને નવા એગ્રિમેન્‍ટ બનાવવાનું કહેવાયું છે. આનો (એમએસઓ) વિરોધ કરીને હડતાલ ઉપર ઉતરી ગયા છે. તેમનું કહેવું છે કે, ઓલરેડી ઓટીટીના કારણે દર્શક વર્ગ ઓછો થઈ ગયો છે ત્‍યારે કેબલનો ભાવ વધારો લોકો સ્‍વિકારશે નહીં. ભાવ વધારા સાથે પ્‍લસ જીએસટીનો ભાર વધી જશે તેથી મહિને 150 રૂા. વધી જાય એમ છે. લોકો આ ભાવ વધારો આપવા તૈયાર નહીં થાય તેથી અમો હડતાલ ડિક્‍લેર કરી છે. એક જ બ્રોટકાસ્‍ટરની ગૃપ પેકેજનો રેટ વધી જશે એ ભરવા લોકો તૈયાર નહીં થાય. હાલમાં વાતાઘાટો ચાલી રહી છે. લડતને લઈ બે-ચાર દિવસમાં કોઈ ઉકેલ આવી જશે તેવુ ચેનલ સંચાલકોનું માનવું છે. જો કે કલર અને કેટલીક ન્‍યૂઝ ચેનલ અને દુરદર્શન ચેનલનું પ્રસારણ ચાલુ છે તેથી જાહેર વિરોધ જોવા નથી મળી રહ્યો.

Related posts

ખેલો ઈન્‍ડિયા સ્‍કૂલ ગેમ્‍સ હેઠળ મોટી દમણ ફુટબોલ ગ્રાઉન્‍ડ ખાતે ખેલાડીઓની પસંદગી કરાઈ

vartmanpravah

કેનકેન મેથ્‍સ પઝલઓલમ્‍પિયાડ 2022 માં શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ, સલવાવના 49 વિદ્યાર્થી સ્‍ટેટ લેવલની પરીક્ષામાં પાસ : હવે નેશનલ લેવલની પરીક્ષા આપશે

vartmanpravah

વીએચપી કાર્યકરોએ વલસાડ જિલ્લા કલેક્‍ટરની શુભેચ્‍છા મુલાકાત લીધી

vartmanpravah

દાનહ ભાજપની જન આશીર્વાદ યાત્રાને મળેલું ભરપુર સમર્થનઃ પરિવારવાદના નેસ્‍તનાબૂદી માટે ઉભો થયેલો જનમત

vartmanpravah

ધાપસા ટર્નિંગ પાસે બાઈક ડિવાઈડર સાથે ટકરાતા એકનુ ઘટના સ્‍થળ પર જ મોત

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દમણના સોમનાથ તીર્થ ક્ષેત્રની કરેલી સાફ-સફાઈ અને વૃક્ષારોપણ

vartmanpravah

Leave a Comment