સેન્ટર નંબર 6632 નાનીવહીયાળ હાઈસ્કૂલમાં એસએસસી બોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.14 : તા.14 માર્ચ 2023 થી શરુ થતી એસએસસી બોર્ડની પરીક્ષાનું સેન્ટર નંબર-6632 વોક ટુ ગેધર્સ શ્રી ઉમેદભાઈ દોશી સાર્વજનિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા નાનીવહીયાળ કેન્દ્ર પ્રથમવાર ફાળવેલ હતુ. જેમા નાનીવહીયાળ હાઈસ્કૂલ, દિવાલય માધ્યમિક અને ઉ.મા. શાળા ફુલવાડી અને સરકારી માધ્યમિક શાળા ધામણીના કુલ-335 વિદ્યાર્થીઓમાંથી કુલ-332 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
દક્ષિણ ગુજરાત પછાત વર્ગ સેવા મંડળ સુરતના ટ્રસ્ટીઓ અને શાળાના આચાર્ય સ્થળ સંચાલક શ્રી શૈલેશકુમાર આર. પટેલ શાળા વાલીમંડળના પ્રમુખ શ્રી દિલીપભાઈ પટેલ ઉપપ્રમુખ શ્રી કમલેશભાઈ પટેલ, સભ્યો જુગલભાઈ, નારણભાઈ અને શાળા પરિવારે વિદ્યાર્થીઓને ફુલ આપી ચોકલેટ, સાકર ખવડાવી શુભેચ્છાઓ અને શુભકામના પાઠવી હતી.