Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં લાયન્‍સ સાયક્‍લોથોનને મળેલી જ્‍વલંત સફળતા: એક પગલું શિક્ષણ તરફ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: આ ધ્‍યેય સાથે લાયન્‍સ ક્‍લબ ઑફ વાપી આલ્‍ફાએ લાયન્‍સ સાયક્‍લોથોનનું સ્‍વપ્‍ન જોયું.
આમ પણ આલ્‍ફા ક્‍લબ અનુપમ ફંડ રેઈઝ કાર્યક્રમ માટે પ્રખ્‍યાત છે. લાયનિઝમના ઈતિહાસમાં સૌપ્રથમવાર આયોજીત સાયક્‍લોથોન, ક્‍લબના દરેક સભ્‍યોની ચાર મહિનાની સખત મહેનત અને લિયો ક્‍લબ યુનિટીના સહકાર તથા વાપી અને તેની આસપાસના 185સાયકલ સવારોથી આ ભગીરથ કાર્ય સંપન્ન થયું.
રવિવારની ફૂલગુલાબી ઠંડી સવારે જ્‍યારે આ દરેકે એકસાથે સાયકલને પેડલ માર્યા ત્‍યારે દીકરીઓના શિક્ષણ માટે રચાયેલી સાયક્‍લોથોન સફળતા શિખર પર જઈને બેઠી.
આ હરિફાઈમાં પુરુષ અનેસ્ત્રી વિભાગ એક જ રાખીને જાતિ ભેદ અંગે ન્‍યાય અને સમાનતાની જાગૃતિ ફેલાવવાનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્‍યું હતું.
લાયન્‍સ સાયક્‍લોથોનને ઉપાસના સ્‍કૂલથી ડીસ્‍ટ્રીક્‍ટ ગવર્નર લા.મુકેશભાઇ પટેલે લીલી ઝંડી બતાવી હતી. ત્‍યાંથી અંભેટી સુધી સાયકલવીરોએ બેટી પઢાઓનો પ્રચાર કર્યો હતો. 5,10,25 કિમીની રેસમાં ઉંમર પ્રમાણે 4 વિભાગ પાડવામાં આવ્‍યા હતા. દરેક વિભાગમાં પ્રથમ આવનાર વિજેતાને સાયકલ તથા દ્વિતીય અને તૃતીય વિજેતાને બેગ ઈનામનાં આપવામાં આવ્‍યા હતા.
યુવાનો અને વરિષ્ઠોને ઉત્‍સાહ પુરું પાડતી આ સાયક્‍લોથોન બેટી પઢાઓ અને બેટીને ઉજ્જવળ ભવિષ્‍ય માટે આગળ વધારોના સૂત્ર સાથે સફળતાને વરી હતી.

Related posts

સંપત્તિની સાચવણી માટે પણ સંસ્‍કાર સત્‍સંગ અને સદ્‌ગુરૂની જરૂરિયાતઃ પ.પૂ.મેહુલભાઈ જાની

vartmanpravah

વાપી કરવડ સીમમાં ફાંસી ખાઈ લટકતી યુવાનની લાશ મળી

vartmanpravah

વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ ગામડાઓ ખૂંદીને ચોથા દિવસે વલસાડ શહેરમાં આવી પહોંચ્યો

vartmanpravah

લોકસભાની દાનહ બેઠકની ચૂંટણીમાં હવે બાકી રહેલી ફક્‍ત ઔપચારિકતાઃ ચૂંટણી પહેલાં જ ભાજપના ઉમેદવાર કલાબેન ડેલકરની જીત પાક્કી હોવાનો અહેસાસ

vartmanpravah

નવસારી એલસીબી પોલીસે સાદડવેલથી દારૂ ભરેલ કાર ઝડપી

vartmanpravah

જિલ્લામાં સ્‍વચ્‍છતા હી સેવા અભિયાન હેઠળ આરોગ્‍ય કેન્‍દ્રોમાં હેલ્‍થ ચેકઅપ સહિતની વિવિધ પ્રવૃતિઓ થઈ

vartmanpravah

Leave a Comment